અમિત શાહે કરી દીધી જાહેરાત-2024માં કેટલી બેઠકો આવશે, કોણ વડાપ્રધાન બનશે
આસામના ડિબ્રૂગઢમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લોકસભા ચૂંટણી 2024ને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, 2024ની લોકસભા ચૂંટણીમાં BJP આસામની 14માંથી 12 સીટ જીતશે. તેમણે એવુ પણ કહ્યું કે, દેશમાં BJP 300 કરતા વધુ સીટો પર કબ્જો જમાવશે અને મોદીજી ત્રીજીવાર વડાપ્રધાન બનશે. BJP ડિબ્રૂગઢ કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, BJP સંગઠનના આધાર પર ચાલનારી પાર્ટી છે અને કાર્યાલય BJPની તમામ ગતિવિધિઓનું કેન્દ્ર હોય છે. હાલ નોર્થ ઈસ્ટમાં 3 રાજ્યોની ચૂંટણી થઈ અને ત્રણેય રાજ્યમાં BJP સરકારનો હિસ્સો છે. નોર્થ ઈસ્ટના આઠ રાજ્યોમાં PM મોદીના નેતૃત્માં NDAની સરકાર છે અને આ કારણે જ નોર્થ ઈસ્ટનો વિકાસ થયો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધી અને કોંગ્રેસને પણ પોતાના નિશાના પર લીધા. અમિત શાહે કહ્યું, રાહુલ બાબા હજુ પણ સમજી જાઓ. હમણા તો પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાંથી સૂપડા સાફ થયા છે. જો એ જ રસ્તા પર ચાલતા રહેશો, તો સમગ્ર દેશમાંથી કોંગ્રેસના સૂપડા સાફ થઈ જશે. એટલું જ નહીં, શાહે PM મોદીને ગાળો આપવાને લઈને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર પણ નિશાનો સાધ્યો. તેમણે કહ્યું, કોંગ્રેસવાળા કહે છે મોદી તેરી કબ્ર ખુદેગી. ભાઈ, તમારા કહેવાથી કંઈ નથી થતુ. દેશની 130 કરોડ જનતા દિવસ-રાત મોદીજીની લાંબી ઉંમરની પ્રાર્થના કરી રહ્યા છે. મોદીને ગાળો આપો. તમારા માતાજીએ પણ આ કરીને જોઈ લીધુ, રાહુલ બાબા. જેટલી ગાળો આપશો, કમળ એટલું જ ખીલશે. ગૃહ મંત્રી અમિત શાહ અહીં BJPના ક્ષેત્રીય કાર્યાલયના ઉદ્ઘાટન બાદ એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા.
ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું, એક જમાનામાં પૂર્વોત્તરને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો. હવે રાહુલ બાબાએ દેશની યાત્રા કરી. ત્યારબાદ પૂર્વોત્તરના ત્રણ રાજ્યોની ચૂંટણી આવી. કોંગ્રેસના અહીંથી સૂપડા સાફ થઈ ગયા. હવે કોંગ્રેસ ક્યાંય નથી દેખાતી. તેઓ વિદેશ જાય છે. વિદેશ જઈને દેશની બુરાઈ કરે છે. રાહુલ બાબા હજુ પણ સમજી જાઓ. પૂર્વોત્તરમાંથી સૂપડા સાફ થઈ ગયા. જો હજુ પણ આ જ રસ્તા પર ચાલતા રહ્યા, તો દેશમાંથી સૂપડા સાફ થઈ જશે. વડાપ્રધાને સમગ્ર દુનિયામાં ભારતને યશ અપાવ્યું, ભારતને સુરક્ષિત કર્યું, પૂર્વોત્તરની અંદરથી આંતકવાદને સમાપ્ત કર્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp