યુનિફોર્મ સિવિલ કોડ માટે 1 કરોડથી વધુ સુચન મળ્યા, કેન્દ્રીયમંત્રીએ કહ્યું...

PC: deccanherald.com

કેન્દ્રીય કાયદા મંત્રી અર્જૂન મેઘવાલે શનિવારે કહ્યું કે, સમાન નાગરિક સંહિતા (UCC)ના સંબંધમાં વિધિ આયોગને એક કરોડ કરતા વધુ સૂચન મળ્યા છે. તેમણે કહ્યું કે, ‘અત્યાર સુધી અમને એક કરોડ કરતા વધુ સૂચન મળ્યા છે. આ સૂચનો પર ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવશે. જે પણ પગલું ઉઠાવવામાં આવશે, બધાને સૂચિત કરવામાં આવશે.’ તેની સાથે જ તેમણે કહ્યું કે, સરકાર દેશના દરેક વર્ગ, દરેક વ્યક્તિ પાસે સમાન નાગરિક સંહિતા પર સૂચન માગી રહી છે.

સમાન નાગરિક સંહિતા પર વિધિ આયોગને સૂચન આપવાની વિસ્તારીત સમયસીમા શુક્રવારે સમાપ્ત થઈ ગઈ છે. આયોગે શુક્રવારે સમાન નાગરિક સંહિતા પર જનતા પાસે સૂચન જમા કરવાની સમયાવિધિને આગળ ન વધારવાનો નિર્ણય લીધો. આ અગાઉ વિધિ આયોગને 13 જુલાઇ સુધી સમાન નાગરિક સંહિતાના મુદ્દે 50 લાખ કરતા વધુ સૂચન મળ્યા હતા, પરંતુ અલગ અલગ સંગઠનો અને વ્યક્તિઓ પાસેથી પ્રાપ્ત પ્રતિક્રિયાઓની સંખ્યા ઉપલબ્ધ નહોતી.

ત્યારબાદ વિધિ આયોગે સમયસીમા વધારતા આ મુદ્દા પર ઇચ્છુક વ્યક્તિઓ, સંસ્થાઓ કે સંગઠનો પાસેથી 28 જુલાઇ 2023 સુધી પ્રતિક્રિયા માગી હતી. વિધિ આયોગે 14 જુલાઇના રોજ સમયાવધિ વધારતા કહ્યું હતું કે, સમાન નાગરિક સંહિતાના વિષય પર જનતાની જોરદાર પ્રતિક્રિયા અને પોતાની ટીપ્પણીઓ પ્રસ્તુત કરવા માટે સમયના વિસ્તાર સંબંધમાં અલગ-અલગ ક્ષેત્રોથી પ્રાપ્ત થયેલા ઘણા અનુરોધોને જોતા, વિધિ આયોગે સંબંધિત હિતધારકો દ્વારા વિચાર અને સૂચન પ્રસ્તુત કરવા માટે 2 અઠવાડિયાનો વિસ્તાર આપવાનો નિર્ણય લીધો છે.

વિધિ આયોગે તેની સાથે જ કહ્યું કે, આયોગ બધા હિતધારકોના ઈનપુટને મહત્ત્વ આપે છે અને તેનું ઉદ્દેશ્ય સમાવેશી વાતાવરણ બનાવવાનું છે, જે સક્રિય ભાગીદારીને પ્રોત્સાહિત કરે છે. અમે બધી ઇચ્છુક પાર્ટીઓને પોતાના મૂલ્યાંકન વિચારો અને વિશેષજ્ઞતાનું યોગદાન કરવા માટે આ વિસ્તારીત સમયસીમાનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. સમાન નાગરિક સંહિતાને લાગૂ કરવાનો કેન્દ્રની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી ઘોષણપત્રનો હિસ્સો રહ્યો છે. એવામાં માનવામાં આવે છે કે, ભાજપ આગામી લોકસભાની ચૂંટણી અગાઉ આ મોટું પગલું ઉઠાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp