ધીરેન્દ્ર શાસ્ત્રીના વિરોધીઓ પર વરસ્યા કેન્દ્રીય મંત્રી, બોલ્યા-એ બધા કૂતરા..

PC: news18.com

બાગેશ્વર ધામના પિઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી પટના આવવા પહેલા તો રાજનૈતિક વિવાદ થયો જ હતો, હવે તેઓ કથા કરીને ગયા બાદ પણ આ સંગ્રામ બંધ થવાનું નામ લઈ રહ્યો નથી. જનતા દળ યુનાઈટેડ (JDU) અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) સતત બાગેશ્વર બાબા ઉપર એક બાદ એક પ્રહાર કરી રહ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી પટના એરપોર્ટથી ચાર્ટર્ડ પ્લેનથી રવાના થયા. ત્યારે એરપોર્ટ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ પણ રહી. તેને લઈને JDU અને RJDએ નિવેદન આપ્યા હતા. આ બંને પાર્ટીઓના નિવેદન બાદ કેન્દ્રીય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબેએ જડબાતોડ જવાબ આપ્યો છે.

કેન્દ્રીય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબેએ ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં કહ્યું કે, તે હાથી છે અને જે લોકો તેનું અપમાન કરી રહ્યા છે તેઓ બધા કૂતરા સમાન છે. તેઓ હાલતા હાથી પર ભસતા રહે છે. જેમણે બાબા પર ભસવું છે, ભસતા રહે. ધીરેન્દ્ર શાસ્ત્રી પર તેની કોઈ અસર નહીં થાય. બિહારની ધરતી પર એક યુવા સંતનો ખૂબ નિરાદર થયો છે. અહી તેમના પોસ્ટર ફાડી દેવામાં આવ્યા. સાથે જ પોસ્ટરો પર સ્યાહી પણ લગાવી દેવામાં આવી. બિહારાના શ્રધાળું તેમના અપમાનનો બદલો જરૂર લેશે.

ધીરેન્દ્ર શાસ્ત્રી 17 મેના રોજ પટના એરપોર્ટથી મધ્ય પ્રદેશ માટે ચાર્ટર્ડ પ્લેનથી વાપસી કરી રહ્યા હતા. આ વાપસી દરમિયાન એરપોર્ટ પર શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેને લઈને RJD અને JDUએ કેન્દ્ર સરકાર પર સવાલ ઊભા કર્યા હતા. તેમણે કહ્યું કે, એરપોર્ટ પર અધિકાર કેન્દ્ર સરકારને આધીન છે. પછી આટલી મોટી સંખ્યામાં લોકો એરપોર્ટની અંદર કેવી રીતે પ્રવેશી શકે છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના પ્રવચન સ્થળ પર ભારે માત્રામાં સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે, એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા ક્યાં જતી રહી. ભાજપ સાધુ અને સંતોના નામ પર રાજનીતિ કરી રહી છે.

JDUના પ્રવક્તા અને MLC નીરજ કુમારે કહ્યું હતું કે, બિહાર સરકારે ધીરેન્દ્ર શાસ્ત્રીના પ્રવચનમાં સુરક્ષા વ્યવસ્થાની પૂરતી વ્યવસ્થા કરી હતી, પરંતુ એરપોર્ટ ઓથોરિટી કેન્દ્ર સરકારની જવાબદારી છે. એરપોર્ટ પર પ્રોટોકૉલનું ખુલ્લેઆમ ઉલ્લંઘન જોવા મળ્યું. સાધુ સંતોને સ્પેશિયલ પ્લેનમાં જઈ જવા એક મોટો સવાલ છે. ભાજપ સાધુ સંતોના નામ પર રાજનીતિ કરે છે એટલે તેમને ચાર્ટર્ડ પ્લેનમાં લઈ જવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp