કર્ણાટકની કોંગ્રેસ સરકાર વધુ નહીં ટકે, પડી જશે: CM સરમાએ કર્યો ચોંકાવનારો દાવો

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, કર્ણાટકમાં કોંગ્રેસની નવી સરકાર પોતાનો આખો કાર્યકાળ પૂરો નહીં કરી શકે અને વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની જીત બાદ પડી શકે છે. તેઓ ‘આપકી અદાલત’માં રજત શર્માના સવાલોના જવાબ આપી રહ્યા હતા. જ્યારે તેમને બતાવવામાં આવ્યું કે, સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમારે કર્ણાટકમાં અઢી-અઢી વર્ષ માટે સરકાર ચલાવવાનો નિર્ણય લીધો છે તો હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, મને નથી લાગતું કે તેઓ એમ કરી શકશે. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી બાદ સરકાર નિશ્ચિત રૂપે પડી જવાની છે.
જુઓ કર્ણાટકમાં તો તેમણે સારી વ્યવસ્થા કરી લીધી. સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમાર બંને અઢી-અઢી વર્ષ? તેના પર સરમાએ કહ્યું કે, તમને ખબર છે કે આ સરકાર અઢી વર્ષ સુધી ચાલશે? શું આ સરકાર લોકસભાની ચૂંટણી બાદ બચી શકશે? હિમત બિસ્વા સરમાએ ભવિષ્યવાણી કરી કે ભાજપ આગામી વર્ષે થનારી લોકસભાની ચૂંટણીમાં 300 કરતા વધુ સીટો જીતશે. તેમણે કહ્યું કે, ભારત પોતાના ઇતિહાસના સૌથી સારા સમયમાંથી પસાર થઈ રહ્યો છે.
લોકો પોતાના પાછલા વારસા અને 6,000 વર્ષ જૂની સભ્યતા પર ગર્વ અનુભવે છે. તેઓ સામંતી માનસિકતાવાળા ગાંધી પરિવારથી છૂટકારો ઈચ્છે છે. મોદીએ ભારતના લોકોની માનસિકતામાં એક મોટો બદલાવ કર્યો છે. શું તેઓ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથી ઉગ્ર હિન્દુત્વની વકીલાત કરવામાં એક-બીજા સાથે સ્પર્ધા કરી રહ્યા છે? એમ પૂછવામાં આવતા સરમાએ કહ્યું કે, હું એક નાના રાજ્યમાંથી આવું છું. કૃપયા એક સફરજન અને સંતરાની તુલના ન કરો.
આસામને લઈને મારા કેટલાક સપના છે અને હું તેમને પૂરા કરવા જઈ રહ્યો છું. હિમંત બિસ્વા સરમાએ ખુલાસો કર્યો કે, રાહુલ ગાંધી સાથે મીટિંગમાં એવું શું થયું કે પછી તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા. મેં સાંભળ્યું છે કે, તમે રાહુલ ગાંધીને મળવા ગયા તો તેમણે તમારાથી વધારે કૂતરા પર ધ્યાન આપ્યું. તેના પર હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, સ્ટોરીને થોડી સારી કરવી પડશે. રાહુલ ગાંધીએ અમને બોલાવ્યા, મને ન બોલાવ્યો. કોને બોલાવ્યા? તો ગોગોઈને બોલાવ્યા.
કોને બોલાવ્યા? C.P. જોશીને બોલાવ્યા જે અત્યારે રાજસ્થાન વિધાનસભાના સ્પીકર છે. મને બોલાવ્યો અને સાથે આસામના PCC અધ્યક્ષ અંજન દત્તાને બોલાવ્યા. અમે રૂમમાં ગયા. વાતચીત શરૂ થયાની 5 મિનિટ બાદ તેમનો કૂતરો આવ્યો અને જ્યાં અમારા ટેબલ પર ચા અને બિસ્કિટ રાખી હતી, તેને કૂતરો પણ ખાવા લાગ્યો. ત્યારે મેં ત્રણેયને જોયા. ત્રણેય આરામથી ખાઈ રહ્યા હતા, એ જ ટેબલથી. હું તો પહેલી વખત ગયો હતો. મને લાગ્યું કે, તેમને ત્યાં કલ્ચર જ છે કૂતરા સાથે ખાવાનું. મેં કહ્યું તેમાં તો હું નહીં હોય શકું. હું એવી રીતે નહીં ખાઈ શકું. એટલે મેં કહ્યું હવે બીજી વખત નહીં આવું. ત્યારબાદ રાહુલે એ જ કૂતરા સાથે એક વીડિયો નાખ્યો? તેનો જવાબ આપતા સરમાએ કહ્યું ‘હા એ જ કૂતરો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp