TDP પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુના રોડ શૉમાં મચી અફરાતફરી, 7 કાર્યકર્તાના મોત

PC: thehindu.com

આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં મોટી ઘટના સામે આવી છે. અહીં કંદુકુરમાં આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુની જનસભા દરમિયાન અફરાતફરી મચી જવા પામી હતી. આ દરમિયાન 7 લોકોના મોત થઇ ગયા. તો ઘણા લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા. બધા ઇજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલોમાં એડમિટ કરાવવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે, જનસભા દરમિયાન TDP કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઇ ગઇ હતી.

આ દરમિયાન અફરાતફરી મચવાથી TDPના 7 કાર્યકર્તાઓના મોત થઇ ગયા. તો ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ્સ મુજબ, આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને TDPના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ તરફથી રોડ શૉ કરવામાં આવી રહ્યો હતો. આ અનુસંધાને નેલ્લોર જિલ્લાના કંદુકુરમાં રોડ શૉ કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન આયોજિત સભા દરમિયાન કોઇ વાતને લઇને TDP કાર્યકર્તા એકબીજા વચ્ચે વિવાદ શરૂ થઇ ગયો. આ દરમિયાન અફરાતફરી મચી જતા TDP કાર્યકર્તાઓના મોત થઇ ગયા. તો ઘણા ઇજાગ્રસ્ત થઇ ગયા.

TDP નેતા એન. ચંદ્રબાબુ નાયડુએ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવા અને તેમના બાળકોને NTR ટ્રસ્ટ શૈક્ષણિક સંસ્થાઓમાં ભણાવવાની જાહેરાત કરી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા વિષ્ણુ વર્ધન રેડ્ડીએ અકસ્માત પર ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે, કંદુકુર, આંધ્રપ્રદેશમાં TDPની રેલીમાં અફરાતફરીમાં 7 કરતા વધુ લોકોના મોત થઇ ગયા અને ઘણા ઇજાગ્રસ્ત થઇ ગયા છે. હું રાજ્ય સરકારને અનુરોધ કરું છું કે તે વહેલી તકે ઇમરજન્સી ચિકિત્સા સહાયતા પ્રદાન કરે. ઇજાગ્રસ્તો અને પીડિત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઓમ શાંતિ.

રિપોર્ટ્સ મુજબ આ અકસ્માત ત્યારે થયો જ્યારે TDP નેતા ચંદ્રબાબુ નાયડુ ત્યાં રોડ શૉને સંબોધિત કરી રહ્યા હતા. પ્રાથમિક જાણકારીના આધારે તેમણે જણાવ્યું કે બેઠક સ્થળ પર મોટી સંખ્યામાં લોકો જમા થઇ ગયા. બેઠક દરમિયાન લોકો વચ્ચે થોડી ધક્કા-મુક્કી પણ થઇ, જેમાં નહરમાં અફરાતફરી જેવી સ્થિતિ ઉત્પન્ન થઇ ગઇ. ઘટનાના તુંરત બાદ ચંદ્રબાબુ નાયડુએ બેઠક રદ્દ કરી દીધી અને મૃતકોને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી. તેમણે પાર્ટી નેતાઓને ઇજાગ્રસ્તોને સારી સારવાર સુનિશ્ચિત કરાવવા પણ કહ્યું. 6 મૃતકોની ઓળખ ડી. રવિન્દ્રબાબુ, કે યનાદી, વાય. વિજયા, કે. રાજા. એમ. ચિનકોડૈયા અને પુરુષોત્તમના રૂપમાં થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp