શરદ પવારના સમર્થનથી અપક્ષ ઉમેદવાર સત્યજિત તાંબેને મળી જીત, સમજી ન શકી કોંગ્રેસ

PC: khabarchhe.com

નાસિકમાં MLC ગ્રેજ્યુએટ સીટ પર અપક્ષ ઉમેદવાર સત્યજિત તાંબેએ જીત હાંસલ કરી છે. તેમણે મહા વિકાસ અઘાડી (MVA) સમર્થિત શુભાંગી પાટીલને 29,465 વોટોથી હરાવ્યા છે. કોંગ્રેસમાંથી ટિકિટ ન મળવા પર સત્યજિત તાંબેએ બળવો કરી દીધો હતો અને અપક્ષમાંથી જ ચૂંટણીમાં ઉતરી ગયા હતા. જો કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ (NCP)નું કહેવું છે કે શરદ પવારે પોતે કોંગ્રેસને સલાહ આપી હતી કે તે સત્યજિત તાંબેને જ ઉમેદવાર બનાવી દે, પરંતુ એમ ન થઇ શક્યું. અંતમાં સત્યજિત તાંબેની જીત થઇ ગઇ.

માનવામાં આવી રહ્યું છે કે, NCPના સમર્થનાવાળા વોટ પણ સત્યજિત તાંબેને મળ્યા હતા અને તેના કારણે જ તેમની જીત થઇ છે. શુક્રવારે સત્યજિત તાંબેએ એક કાર્યક્રમમાં ખુલાસો કર્યો કે, NCP પ્રમુખ શરદ પવારે પોતે નાસિક સ્નાતક મતવિસ્તારમાંથી કોંગ્રેસમાંથી સત્યજિત તાંબેને ઉમેદવાર બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. શરદ પવારે પોતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને ફોન કર્યો હતો. શરદ પવારે મલ્લિકાર્જૂન ખડગેને નાસિકથી સત્યજિત તાંબેને નામિત કરવા પર ભાર આપ્યો હતો.

અજીત પવારે દાવો કર્યો કે, એ સમયે શરદ પવારે કહ્યું હતું કે મારા અનુભવના આધાર પર તેઓ સત્યજિત તાંબેને નોમિનેટ કરે અને મામલાને સમાપ્ત કરી દે. સાથે જ હવે સત્યજિત તાંબેએ વધારે જોર ન કરવું જોઇએ અને કોંગ્રેસે પણ મોટાઇ દેખાડાવી જોઇએ. અજીત પવારે સલાહ આપી કે, સત્યજિત તાંબેએ એક મહિનાની અવધિ ભૂલીને કોંગ્રેસના સહયોગીના રૂપમાં કામ કરવું જોઇએ. તેઓ મુંબઇના એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. એટલું જ નહીં આ દરમિયન અજીત પવારે જણાવ્યું કે, શરદ પવારે ઉદ્ધવ ઠાકરેને પણ એકનાથ શિંદેના બળવા બાબતે ચેતવ્યા હતા.

તેમણે કહ્યું કે, અમે બધાએ ઉદ્ધવ ઠાકરેને એકનાથ શિંદેના બળવા અંગે ચેતવ્યા હતા, પરંતુ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, એકનાથ શિંદે અને શિવસેનાના ધારાસભ્યો પર ભરોસો છે. શિવસેનામાં બળવાની જાણકારી અમને તો 3 વખત મળી હતી. અજીત પવારે કહ્યું કે, પોતે શરદ પવારે ઉદ્ધવ ઠાકરેને ચેતવ્યા હતા. એ વાતની જાણકારી મળ્યા બાદ શરદ પવારે તરત જ ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો હતો, પરંતુ ઉદ્ધવજી કહેતા હતા કે મને પોતાના ધારાસભ્યો પર ભરોસો છે. તેમણે વિચાર્યું કે આટલું મોટું સ્ટેન્ડ નહીં લે. એકદમ શરૂઆતમાં, જૂન અગાઉ, મેં પોતાના કાનમાં એક ફૂસફૂસી સાંભળી.

ત્યારે ઉદ્ધવ ઠાકરે અને હું કેબિનેટ મીટિંગના અવસર પર મળતા હતા, અમે એક-બીજા નજીક બેસતા હતા. જ્યારે મેં તેમને આ અંગે જણાવ્યું તો ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આ વાતો મેં પણ સાંભળી છે. હું એકનાથ શિંદેને આમંત્રિત કરું છું. અજીત પવારે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેએ મને જવાબ આપ્યો કે અમે જોઇશું શું થાય છે. એ અમારી પાર્ટીનો સવાલ છે, અમે રસ્તો કાઢીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp