‘રેપથી બચવુ હોય તો મહિલાઓ..’ ઈટાલીના PMના પાર્ટનરનું વિવાદિત નિવેદન
ઈટાલીના વડાપ્રધાન જિયોર્જિયા મેલોનીના પાર્ટનરે દેશમાં વધતા રેપ કેસોને ઓછા કરવા માટે મહિલાઓને અજીબ સલાહ આપી છે. તેમનું કહેવું છે, મહિલાઓ વધુ દારૂ ન પીને રેપ થતા પોતાને બચાવી શકે છે. દેશમાં હાઇ-પ્રોફાઇલ ગેંગરેપ કેસમાં બહેસ દરમિયાન એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, જો તમે ડાન્સ કરો છો, તો તમે નશામાં હોય શકો છો, પરંતુ જો તમે નશાથી બચી શકો છો તો તમે કદાચ મુશ્કેલીમાં પડતા પણ બચી જાવ, કેમ કે ત્યારે તમને કોઈ વરુ નહીં મળે.
તેમના આ નિવેદન પર હોબાળો મચી ગયો છે. વિપક્ષી પાર્ટીઓથી લઈને સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ઈટાલીના વડાપ્રધાન જિયોર્જિયા મેલોનીના પાર્ટનર એન્ડ્રિયા ગિઆમ્બ્રુનોએ મહિલાઓ સાથે વધતી રેપની ઘટનાઓ પર વિવાદિત નિવેદન આપ્યું છે. હાલના દિવસોમાં નેપલ્સ અને પલેર્મો પાસે હાલમાં જ હાઇ-પ્રોફાઇલ ગેંગ રેપની ઘટના મીડિયાના લાઇમલાઇટમાં છવાયેલી છે.
એક દક્ષિણપંથી ચેનલ રેટે 24 પર શૉ માટે બોલતા એન્ડ્રિયાએ કહ્યું કે, ‘જો તમે નાચો છો તો તમે નશામાં હોવાના પૂરી રીતે હકદાર છો કેમ કે જો તમે એમ કરતા બચો છો તો કદાચ તમે પણ મુશ્કેલીમાં પડતા બચી જાવ કેમ કે ત્યારે તમને વરુઓ નહીં મળે.’ શૉ દરમિયાન તેઓ દક્ષિણપંથી લિબરો અખબારના સંપાદક, પિએત્રો સેનાલ્ડી સે પણ તેમની વાતચીતથી સહમત હતા. તેમણે કહ્યું કે, ‘જો તમે બળાત્કારથી બચવા માગો છો તો સૌથી પહેલા હોશ ન ગુમાવો, પોતાની બાબતે પોતાની બુદ્ધિ બનાવી રાખો.
જિઆમ્બ્રુનો અને સેનાલ્ડી બંનેએ બળાત્કારીઓની નિંદા કરી. તેમને ‘વરુ’ કહ્યા. જો કે, તેમની ટિપ્પણીઓએ સોશિયલ મીડિયા પર તોફાન લાવી દીધું છે. તેમના પર પીડિતને જ દોષી ઠેરવવા, આરોપી કહેવા માટે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ વિપક્ષી પાર્ટીઓએ દેશના વડાપ્રધાન જિયોર્જિયા મેલોનીને પોતાના સાથી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓનું સમર્થન ન કરવાનું આહ્વાન કર્યું છે.
‘ધ ગાર્જિયન’ના રિપોર્ટ મુજબ, ટિપ્પણીઓની નિંદા કરતા દેશની વિપક્ષી ફાઇવ સ્ટાર મૂવમેન્ટ પાર્ટી (M5S)એ એક નિવેદનમાં કહ્યું કે, ‘તેમના શબ્દ અસ્વીકાર્ય અને શરમજનક છે અને તેઓ પુરુષ પ્રધાન સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે.’ પોતાના નિવેદનનો બચાવ કરતા એન્ડ્રિયાએ કહ્યું કે, ‘જો મેં કંઈક ખરાબ કહ્યું છે તો હું માફી માગી લઉં છું. મેં કહ્યું કે બળાત્કાર એક ધ્રુણિત કૃત્ય છે. મેં યુવાનોને એમ કહ્યું કે, તેઓ નશાથી બહાર નીકળે અને નશીલી દવા ન લે. મેં તેમને સાવધાન રહેવાની સલાહ આપી કેમ કે દુર્ભાગ્યથી ખરાબ લોકો હંમેશાં આપણી આસપાસ હોય છે. મેં એવું નથી કહ્યું કે પુરૂષોને નશામાં ધૂત મહિલાઓ સાથે બળાત્કાર કરવાનો અધિકાર છે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp