MP-MLA કોર્ટે રાય હત્યાકાંડમાં અન્સારીને જનમટીપની સજા આપતા જ રડમસ થઇ ગયો

PC: theshillongtimes.com

બાહુબલી મુખ્તાર અન્સારીને વારાણસીની MP MLA કોર્ટે 32 વર્ષ જૂના અવધેશ રાય હત્યાકાંડ કેસમાં આજીવન કેદની સજા સંભળાવી છે. જેવો જ કોર્ટે મુખ્તાર અન્સારીને દોષી કરાર આપ્યો, તેની બેચેની વધી ગઈ. તેના ચહેરા પર તણાવ જોવા મળ્યો. ચિંતાના કારણે તેણે પોતાનું માથું પકડી લીધું હતું. બાંદા જેલના અધિક્ષક વિશેષ રાજા શર્માએ જણાવ્યું કે, સોમવારે આટલે જે આજે વારાણસીમાં અવધેશ રાય હત્યાકાંડ કેસમાં મુખ્તાર અન્સારીની ઉપસ્થિતિ હતી, જે વીડિયો કોન્ફરન્સિંગથી કરાવવામાં આવી.

ઉપસ્થિતિ દરમિયાન કોર્ટે દોષી કરાર આપ્યા બાદ મુખ્તાર અન્સારી પોતાનું માથું પકડીને બેસી ગયો. ચિંતા તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. કોંગ્રેસ નેતા અજય રાયની વારાણસી શહેરના ચેતગંજમાં 3 ઓગસ્ટ 1991ના રોજ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. અવધેશ રાયની હત્યાના કેસમા મુખ્તાર અન્સારી પર આરોપ લગાવવામાં આવ્યો હતો. 32 વર્ષ જૂના આ હત્યાકાંડ પર આજે વારાણસીની MP MLA કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે.

શું હતો આખો મામલો?

વારાણસીના ચેતગંજ પોલીસ સ્ટેશનના બહુરાબીર વિસ્તારના રહેવાસી કોંગ્રેસ નેતા અવધેશ રાય 3 ઓગસ્ટ 1991ના રોજ પોતાના ભાઈ અજય રાય સાથે ઘર બહાર ઊભા હતા. આ દરમિયાન વેનથી પહોંચેલા બદમાશોએ અવધેશને નિશાનો બનાવીને જોરદાર ફાયરિંગ શરૂ કરી દેવામાં આવી હતી. વેન સવાર બદમાશોએ અવધેશ રાયની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. અવધેશ રાયના ભાઈ અને પૂર્વ ધારાસભ્ય અજય રાયે આ ઘટનાને લઈને વારાણસીના ચેતગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો.

અજય રાયએ પોતાના ભાઈની હત્યાનો આરોપ મુખ્તાર અન્સારી પર લગાવ્યો હતો. અવધેશ રાય હત્યાકાંડમાં પૂર્વ ધારાસભ્ય અબ્દુલ કલામ, ભીમ સિંહ, કમલેશ સિંહ અને રાકેશ શ્રીવાસ્તવ ઉર્ફ રાકેશ ન્યાયિકને આરોપી બનાવ્યા હતા. મુખ્તાર અન્સારી આ સમયે બાંદા જેલમાં બંધ છે. ભીમ સિંહ ગેંગસ્ટરના કેસમાં સજા સંભળાવ્યા બાદ ગાઝીપુર જેલમાં બંધ છે. પૂર્વ ધારાસભ્ય અબ્દુલ કલામ અને કમલેશ સિંહનું મોત થઈ ચૂક્યું છે. રાકેશ ન્યાયીકે આ કેસમાં પોતાનો કેસ અલગ કરીને ટ્રાયલ શરૂ કરાવ્યો છે, જે પ્રયાગરાજ સેશન કોર્ટમાં ચાલી રહ્યો છે. તો આ કેસમાં MP MLA કોર્ટ વારાણસીનો નિર્ણય સોમવારે આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp