CM મમતા દીદી સાથે દાદા વિદેશના પ્રવાસે, ત્યાંથી કરી આ મોટી જાહેરાત, કરશે આ કામ

PC: ndtv.com

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી હવે બિઝનેસ સેક્ટરમાં ઉતરવા માટે પૂરી રીતે તૈયાર છે. તેમણે પોતે આ વાતની જાહેરાત ગુરુવારે સ્પેનના મેડ્રિડમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા કરી છે. બિઝનેસ સેક્ટરમાં ઉતરવાની શરૂઆત સૌરવ ગાંગુલી પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદિનીપુરના સાલબોની એક સ્ટીલ ફેક્ટરી સ્ટાર્ટ કરીને કરવા જઈ રહ્યા છે. ક્રિકેટ જગતમાં પોતાનો જલવો વિખર્યા બાદ મોટા ભાગે દાદા રાજનીતિમાં સક્રિય હોવાની સતત ચર્ચાઓ થઈ રહી હતી. આ દરમિયાન હવે તેમણે બિઝનેસ સેક્ટરમાં ઉતરવા માટે કમર કસી લીધી છે અને સ્ટીલ પ્રોડક્શનના ક્ષેત્રમાં પગલું રાખી દીધું છે.

આ સમયે ગાંગુલી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે સ્પેનમાં છે અને ત્યાંથી તેમણે આ ખુલાસો કર્યો છે. TMC પ્રવક્તા કૃણાલ ઘોષે મેડ્રિડથી પોતાના ફેસબુક પેજ પર આ સંબંધમાં એક પોસ્ટ પણ શેર કરી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, દાદા હાલના દિવસોમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે 12 દિવસીય સ્પેન અને દુબઈના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેમણે કહ્યું કે, તેમનો સ્ટીલ પ્લાન્ટ 5-6 મહિનામાં પૂરો થઈ જશે. મેડ્રિડમાં બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટને સંબોધિત કરતા તેમણે પોતાના બિઝનેઝ સેક્ટરમાં ઉતરવા અને કારોબારના રોડમેપ બાબતે જણાવ્યું.

દાદાએ કહ્યું કે, મુખ્યમંત્રીનો આભાર માનું છું કેમ કે અમે બંગાળમાં ત્રીજો સ્ટીલ પ્લાન્ટ શરૂ કરી રહ્યા છીએ. આપણામાંથી ઘણા લોકો માને છે કે મેં માત્ર ક્રિકેટ રમી છે, પરંતુ અમે વર્ષ 2007માં એક નાનકડો સ્ટીલ પ્લાન્ટ શરૂ કર્યો હતો અને 5-6 મહિના બાદ અમે મેદિનીપુરમાં પોતાનો નવો સ્ટીલ પ્લાન્ટ પૂરો કરી લઈશું. પૂરી આશા છે કે આ પ્લાન્ટ આગામી એક વર્ષની અંદર પોતાના કામ પર લાગી જશે. દાદાએ પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું કે તેમનો પરિવાર એક બિજઝનેસ ફેમિલી છે, ભલે તે હંમેશાંથી રમત સાથે જોડાયેલા રહ્યા.

દાદાએ જણાવ્યું કે, મારા દાદાજીએ 50-55 વર્ષ અગાઉ બંગાળમાં એક નાનકડો વ્યવસાય શરૂ કર્યો હતો, એ સમયે રાજ્ય સરકાર તરફથી પૂરો સહયોગ મળ્યો હતો. આ રાજ્યએ હંમેશાં બાકી દુનિયાને વેપાર માટે આમંત્રિત કર્યા છે. આ જ કારણ છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે આ દેશમાં ઉપસ્થિત છે. એ ખૂબ સ્પષ્ટ છે કે સરકાર રાજ્ય અને યુવાઓના વિકાસ માટે કામ કરવા માગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp