મિકેનિકોને મળવા પહોચ્યા રાહુલ, લગ્નના સવાલ પર જવાબ... બોલ્યા- મારી પાસે KTM...

PC: abplive.com

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દિલ્હીના કરોલબાગમાં મેકેનિક માર્કેટમાં ગયા હતા. ત્યાં તેમણે મેકેનિક્સ સાથે વાતચીત કરી હતી અને પોતાની બાઇકની સર્વિસ પણ કરી. તેની સાથે જ તેમણે દુકાનો પર કામ કરતા લોકો સાથે જોડાયેલી સમસ્યાઓ બાબતે પૂછ્યું હતું. તેનો વીડિયો અત્યારે શેર કરવામાં આવ્યો છે. કરોલબાગમાં રાહુલ ગાંધી જ્યારે બાઇકની સર્વિસિંગ કરી રહ્યા હતા તો એક મેકેનિકે તેમને પૂછ્યું હતું કે, તમે લગ્ન ક્યારે કરી રહ્યા છો? તેના પર રાહુલ ગાંધીએ હસતા કહ્યું કે, ‘જલદી જ થઈ જશે.’

રાહુલ ગાંધીએ મેકેનિકને સામે સવાલ કરતા પૂછ્યું કે, તારા લગ્ન થઈ ગયા? તો તેણે કહ્યું કે, ‘પિતાએ છોકરી જોવા કહ્યું છે. અત્યારે સેલેરી ઓછી છે. મહિનાના 14-15 હજાર કમાઈ શકે છે, એટલામાં ઘર પરિવાર કઈ રીતે ચલાવી શકાશે. તો બીજા એક મેકેનિકે કહ્યું કે, લગ્ન તો તમારો અંગત નિર્ણય છે, તમે કરવા ઈચ્છો તો કરો, ન કરવા ઈચ્છો તો નહીં. જ્યારે રાહુલ ગાંધીએ બાઇક સર્વિસિંગ કરી લીધી તો મિકેનિસ સાથે વાત કરતા કહ્યું કે જે મેકેનિક નથી, જે ગાડીનું કામ કરતું નથી તેમને એ ખબર હોતી નથી કે ગાડીને સારી થવામાં શું લાગે છે. કેટલી મુશ્કેલ હોય છે, હું બસ એ જ સમજવા માગતો હતો.

તેની સાથે જ કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ‘જેમ તમારા વિના એ ચાલી શકતી નથી. જેમ ખેડૂતો વિના ભોજન મળતું નથી, પરંતુ જ્યારે લોકો રોટલી ખાય છે તો એમ વિચારતા નથી કે ખેડૂતે કામ કર્યું છે. તેના પર મેકેનિકે કહ્યું કે, ખેડૂતોને મહેનતનુ ફળ મળી રહ્યું નથી. અમે એટલી મહેનત કરી રહ્યા છીએ, પરંતુ કંપનીવાળા ક્યારેય આવીને એમ પૂછતા નથી કે તમે કેવી રીતે જીવી રહ્યા છો. કઈ રીતે કમાણી કરી રહ્યા છો. તો રાહુલ ગાંધીએ કહ્યું કે, મેં તમને પૂછ્યું કે તમારા બાળકો શું કરશે, તમને એ તો ન કહ્યું કે મેકેનિક બનશે કેમ કે મેકેનિકનો રસ્તો બંધ છે.

તમે બિઝનેસવાળાને પૂછો તો તેઓ કહેશે કે પપ્પાનો બિઝનેસ સંભાળીશ, પરંતુ મેકેનિકના બાળકોને પૂછશો તો તેઓ કહેશે કે જે પિતા કરી રહ્યા છે તે હું કરવા માગતો નથી. જો યોગ્ય સપોર્ટ મળે તો એવી દુકાન તમે ક્યારેય પણ ખોલી શકો છો. હોન્ડા કંપનીનો મલિક પણ મેકેનિક હતો. ભારતમાં કયા મેકેનિકે હોન્ડા ખોલી લીધી. જે તમારું ટેલેન્ટ છે, તેનો આદર થવો જોઈએ. જ્યારે કોઈ મેકેનિકે રાહુલ ગાંધીને પૂછ્યું કે તમારી પાસે કઈ બાઇક છે તો તેમણે કહ્યું કે, મારી પાસે KTM 390 છે. આ દરમિયાન રાહુલનું દર્દ પણ છલકાઈ પડ્યું કે તે બાઇક ચલાવી શકતા નથી કેમ કે સિક્યોરિટીવાળા ચલાવવા દેતા નથી. તેઓ ચિઠ્ઠી લખવાનું શરૂ કરી દે છે.

રાહુલ ગાંધીના ગયા બાદ મેકેનિકે કહ્યું કે, અમારી પાસે ચાલીને પોતે રાહુલ ગાંધી આવ્યા. તેઓ અમારી પાસે જાણકારી લેવા આવ્યા હતા, ગરીબ કેવી રીતે જીવી રહ્યા છે. કેવી રીતે મહેનત કરી રહ્યા છે. શું કષ્ટ છે તેમને. મોંઘવારી એટલી થઈ ગઈ છે કે એક મહિનો કમાવ તો ઘરનું રાશન પૂરું થઈ શકતું નથી. બાળકો, કપડાં, તહેવાર, દેવું, બીમારી પૂરું થઈ શકતું નથી. રાહુલ ગાંધીને બાઇકની સર્વિસિંગ કરાવવાને લઈને કહ્યું કે, મેં એ વિચારીને કામ કરાવ્યું કે તેઓ અમારા ચેલા છે.

બીજા એક મેકેનિકે કહ્યું કે, અમે ક્યારેય વિચાર્યું નહોતું કે રાહુલ સાથે ફેસ ટૂ ફેસ મળીને ચા પી શકીએ છીએ. ત્યારબાદ અમે તેમની સાથે થોડું કામ પણ કર્યું. અમને મળીને ખૂબ ખુશી થઈ. તેમણે નોલેજ પણ લીધું, પરંતુ તેમને પહેલા જ નોલેજ છે બાઇકની બાબતે. એક અન્ય મેકેનિકે કહ્યું કે, મેં એટલા નેતા જોયા, પરંતુ કોઈ એટલી પાસે આવતું નથી. અમને કોઈ જોવા આવતું નથી. એક દુકાન માલિકએ કહ્યું કે, રાહુલ ગાંધીએ કોઈ રાજનીતિની વાત કરી નથી. તેમણે બેઝિક વાતો પૂછી. એક નોર્મલ મેકેનિક કેવી લાઇફ જીવે છે. એ નોર્મલ મેકેનિકને શું શું પરેશાનીઓ થાય છે. તેમને બેંક લોન મળે છે. તેમના બાળકો કેવી રીતે ભણે છે. અમારા માટે ગર્વની વાત છે કે અમારું ફ્યૂચર સેફ હાથોમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp