મણિપુર હિંસામાં BJPના પૂર્વ ધારાસભ્ય સહિત 3ની ધરપકડ, હિંસામાં 2 ઘરોમાં લગાવી આગ

PC: thehindu.com

મણિપુરના પૂર્વી ઇમ્ફાલ જિલ્લામાં હથિયારધારી 2 બદમશોએ સોમવારે લોકોને પોતાની દુકાનો બંધ કરવા માટે મજબૂર કર્યા, ત્યારબાદ ફરી એક વખત હિંસા ભડકી ઉઠી. ઉગ્ર ભીડે પણ 2 ઘરોમાં આગ લગાવી દીધી. જો કે, હિંસાની આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થવાની જાણકારી છે. પોલીસ અધિકારીઓએ આ જાણકારી આપી છે. ભીડે એક બદમાશને માર માર્યો, જ્યારે બીજો ભાગવામાં સફળ રહ્યો. બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ક્ષેત્રમાં તૈનાત સેનાના જવાન ઘટનાસ્થળ પર પહોંચ્યા અને તેમણે ભીડને વિખેરવા માટે બળ પ્રયોગ કર્યો અને ટિયર ગેસના ગોળા નાખ્યા, જેથી કેટલાક લોકોને સામાન્ય ઇજા થઈ.

સ્થાનિક લોકોએ રોડ પર ટાયર સળગાવીને આ ઘટનનો વિરોધ કર્યો. પૂર્વી ઇમ્ફાલ જિલ્લામાં પહેલા કર્ફ્યૂમાં ઢીલ આપવામાં આવી હતી, પરંતુ આ ઘટના બાદ સોમવારે ફરીથી તેને સખત કરી દેવામાં આવી. વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા પહેલાંની જેમ બંધ કરી દેવામાં આવી છે. મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેન સિંહે ઘટનાક્રમની પુષ્ટિ કરી છે અને ભાર આપીને કહ્યું કે, તેમાં સામેલ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. હિંસામાં કથિત સંડોવાવાના આરોપમાં સોમવારે ભાજપના પૂર્વ ધારાસભ્ય સહિત 3 લોકોને કસ્ટડીમાં લેવાં આવ્યા છે.

પૂર્વ ધારાસભ્યની ઓળખ ચુરાચાંદપુર જિલ્લાના હેંગલેપ મતવિસ્તાર ક્ષેત્રના ટી. થંગજાલમ હાઓકીપના રૂપમાં થઈ છે. તેઓ વર્ષ 2017માં આ સીટ પરથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર તરીકે જીતી ચૂક્યા છે. ટી થંગજાલમે વર્ષ 2020માં ભાજપ છોડી દીધી હતી. એન. બીરેન સિંહે કહ્યું કે, રવિવારની રાત્રે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં એક ઘટનામાં સામેલ 3 લોકોને સામાન્ય ઇજા થઈ છે. પોલીસે એ ગુનેગારોની ધરપકડ કરી લીધી છે.

તેમની પાસેથી ડબલ બેરલ બંદૂક મળી છે. એન. બીરેન સિંહે કહ્યું કે, ષડયંત્રમાં એક પૂર્વ ધરાસભ્યનું સામેલ હોવું ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. એક બેરલ બંદૂક માટે 2 શાસ્ત્રકર્મીઓએ વિક્રેતાઓને ધમકી આપી અને તેમને ક્ષેત્ર ખાલી કરવા માટે કહ્યું. આ બંને લોકોને પૂર્વ ધારાસભ્ય સાથે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. એન. બીરેન સિંહે કહ્યું કે, છેલ્લા 10 દિવસોમાં મણિપુરમાં સ્થિતિ કુલ મળાવીને શાંતિપૂર્ણ છે. તેમણે રાજ્યના લોકોને શાંત રહેવા અને જલદી જ શાંતિ અને સામાન્ય સ્થિતિ લાવવા માટે મદદ કરવાની અપીલ કરી છે.

મણિપુર એક મહિના કરતા વધુ સમયથી ઘણા મુદ્દાઓના કારણે જાતીય સંઘર્ષો ઝેલી રહ્યું છે. આ મહિનાની શરૂઆતમાં અહીં ત્યારે હિંસા ફાટી નીકળી હતી, જ્યારે આદિવાસીઓએ અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માગના વિરોધમાં 3 મેના રોજ એકજૂથતા માર્ચ કાઢી હતી. એક અઠવાડિયા કરતા વધુ સમયથી ચાલી રહેલી હિંસામાં 70 કરતા વધુ લોકોના મોત થઈ ગયા હતા. હિસાના પ્રભાવિત વિસ્તારોમાં ઉપદ્રવીઓએ કરોડોની સરકારી સંપત્તિને આગ લગાવી દીધી હતી. હિંસાના કારણે હજારો લોકોને પોતાના ઘરો છોડવા મજબૂર થવું પડ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp