ગુજરાત રમખાણો પર BBCની ડોક્યુમેન્ટરી ‘પ્રોપેગન્ડાનો હિસ્સો’: કેન્દ્ર સરકાર
ગુજરાત રમખાણોને 20 વર્ષનો સમયગાળો થઇ ગયો છે છતા હજુ ચર્ચા કેડો છોડતી નથી. ગુજરાતના રમખાણો પર BBCએ બનાવેલી એક ડોક્યુમેન્ટરી પર કેન્દ્ર સરકારે વળતો જવાબ આપ્યો છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જવાબ આપ્યો છે કે આ માત્ર પ્રોપેગન્ડાનો એક ભાગ છે.
કેન્દ્ર સરકારે ગુજરાત રમખાણો પર બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC)ની ડોક્યુમેન્ટ્રીને ‘ પ્રોપેગન્ડાનો હિસ્સોટ ગણાવ્યો છે અને કહ્યું છે કે આવી ફિલ્મનું મહિમામંડન થઇ શકે નહીં. સરકાર વતી એવું કહેવામાં આવ્યું હતું કે PM મોદી પર BBCની ડોક્યુમેન્ટ્રી પ્રચાર, પક્ષપાતી અને સંસ્થાનવાદી માનસિકતા દર્શાવે છે અને અમને ખબર નથી કે તેની પાછળનો એજન્ડા શું છે?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે જણાવ્યું હતું કે PM નરેન્દ્ર મોદી પર તાજેતરમાં પ્રસારિત થયેલ BBC ડોક્યુમેન્ટરી દુષ્પ્રચારનો એક ભાગ છે જે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન તેમના નેતૃત્વ પર સવાલ ઉઠાવે છે. BBCની બે ભાગની સીરિઝ "India: The Modi Question"ને લઇને તીખી પ્રતિક્રિયાઓ સામે આવી છે.
If anything, this film or documentary is a reflection on the agency & individuals that are peddling this narrative again. It makes us wonder about the purpose of this exercise &the agenda behind it. Frankly, we don't wish to dignify such efforts: MEA on BBC documentary on PM Modi pic.twitter.com/FmwlNn1Y9M
— ANI (@ANI) January 19, 2023
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, અમને લાગે છે કે ચોક્કસ સ્ટોરીને આગળ વધારવા માટે દુષ્પ્રચારનો એક હિસ્સો છે અને તેની પાછળ અનેક એજન્ડા છે. PM મોદી જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે મોટા પાયે રમખાણો થયા હતા. એ પછી તો ગુજરાત રમખાણો પર સુપ્રીમ કોર્ટના આદેશથી નિમાયેલી તપાસ સમિતિએ PM મોદીને ક્લિન ચિટ પણ આપી દીધી હતી. કમિટીને આ રમખાણોના મામલે PM મોદી વિરુદ્ધ કોઇ પણ પુરાવા નહોતા મળ્યા.
એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ BBCની આ ડોક્યુમેન્ટરીમાં ગુજરાતની તત્કાલીન ભાજપ સરકારની રમખાણો સાથે વ્યવહાર કરવા માટે કડક આલોચના કરવામાં આવી હતી. જેમાં વિરોધીઓ પણ તર્ક બતાવ્યો હતો કે આ સરકારની મિલીભગત હતી. આ ડોક્યુમેન્ટરીમાં આગળ કહેવામાં આવ્યું છે કે PM નરેન્દ્ર મોદી યુ કે અને અમેરિકા માટે એક મહત્ત્વના સહયોગી છે અને દક્ષિણ પૂર્વ એશિયામાં ચીનની શક્તિ માટે એક મહત્ત્વપૂર્ણ પ્રતિર્સ્પધી માનવામાં આવે છે. જો કે, તેમણે દેશ અને વિદેશમાં મોટા પાયે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
Do note that this has not been screened in India...We think that this is a propaganda piece, designed to push a particular discredited narrative. The bias, lack of objectivity & continuing colonial mindset is blatantly visible: MEA on the BBC documentary on PM Narendra Modi pic.twitter.com/BImPzX9LUX
— ANI (@ANI) January 19, 2023
વિદેશ મંત્રાલયે BBCની ડોક્યુમેન્ટીરી વિશે કહ્યું કે, આ ડોક્યુમેન્ટરીને ભારતમાં પ્રદર્શિત કરવામાં આવી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp