રાહુલ કહે- ભાજપ પાસે પૈસા લે છે AIMIM, ઓવૈસીએ જુઓ શું જવાબ આપ્યો

PC: indiatoday.in

ઓલ ઈન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ગુરુવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એ આરોપનો જવાબ આપ્યો કે જેમાં કહેવામાં આવ્યું હતું કે, AIMIM ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે પૈસા લે છે અને વિભિન્ન રાજ્યોમાં કોંગ્રેસ વિરુદ્ધ ઉમેદવાર ઉતારે છે. અસદુદ્દીન ઓવૈસીએ આરોપ લગાવ્યો કે, રાહુલ ગાંધીએ તેમની ધાર્મિક ઓળખ પ્રત્યે નફરતના કારણે તેમના પર એવો આરોપ લગાવ્યો છે.

AIMIM પ્રમુખે હૈદરાબાદમાં એક સાર્વજનિક રેલી દરમિયાન કહ્યું કે, ‘રાહુલ ગાંધી, તમે આરોપ એટલે લગાવો છો કેમ કે મારું નામ અસદુદ્દીન છે. કેમ કે મારા ચહેરાના પર દાઢી છે અને હું ટોપી પહેરું છું, એટલે તમે મારી વિરુદ્ધ પૈસા લેવાનો આરોપ લગાવો છો.’ તેમણે કહ્યું કે, આ નામ વિરુદ્ધ તમારી નફરત છે અને તમને દાઢી અને ટોપી પહેરનારા વિરુદ્ધ પણ નફરત છે. એટલે તમે આરોપ લગાવો છો. રાહુલ ગાંધીએ બુધવારે તેલંગાણામાં કલવાકુર્થીમાં એક ચૂંટણી રેલી દરમિયાન AIMIM પર આ આરોપ લગાવ્યો.

પૂર્વ કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે, ‘અમે જ્યાં પણ ચૂંટણી લડવા જઈએ છીએ, આસામ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, જ્યાં પણ કોંગ્રેસ પાર્ટી ભાજપ સામે લડે છે, AIMIM પાર્ટી ભાજપ પાસે પૈસા લે છે અને ત્યાં પોતાના ઉમેદવાર ઊભા કરે છે.’ ગુરુવારે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પોતાની પ્રતિક્રિયામાં આરોપ લગાવ્યો કે, રાહુલ ગાંધીને જે લેખિતમાં આપવામાં આવ્યું હતું, તેનું પુનરાવર્તન કરી રહ્યા છે.

તેમણે રાહુલ ગાંધીને પૂછ્યું કે, વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન અમેઠી લોકસભા ક્ષેત્રથી ચૂંટણી હારવા માટે તેમણે કેટલા રૂપિયા લીધા હતા? શું તમે (રાહુલ ગાંધી) વર્ષ 2014 અને વર્ષ 2019માં ચૂંટણી હારવા માટે ભાજપ પાસે પૈસા લીધા હતા. તમારા મિત્ર (જ્યોતિરાદિત્ય) સિંધિયા ભાજપમાં સામેલ થઈ ગયા, પરંતુ તમે તેમને એ નથી બતાવતા કે તેમણે પૈસા લીધા છે. તમારા મિત્ર જતીન પ્રસાદ પણ ભાજપમાં સામેલ થઈ ગયા છે. તમે તેમને એ નથી બતાવતા કે તેમણે ભાજપમાં સામેલ થવા માટે પૈસા લીધા છે. ઉલ્લેખનીય છે કે, 119 સભ્યોની તેલંગાણા વિધાનસભામાં 30 નવેમ્બર 2023ના રોજ એક જ ચરણમાં મતદાન થવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp