છોકરી બોલી- 8 વર્ષ સુધી જેને ભાઈ કહીને બોલાવતી હતી તેની સાથે જ....

PC: aajtak.in

એક મહિલાએ જણાવ્યું કે, તેણે એ વ્યક્તિ સાથે લગ્ન કર્યા, જેને તે લાંબા સમય સુધી ‘ભાઈ’ કહીને બોલાવતી હતી. મહિલાનો પતિ ઉંમરમાં મોટો હતો અને તેના લગ્ન થયા નહોતા. પોતે કપલે આ વાતનો ખુલાસો કર્યો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેને અત્યાર સુધી 45 લાખ રૂપિયાથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. વિની અને જય પતિ-પત્ની છે. ઇન્સ્ટાગ્રામ પર તેમનું જોઇન્ટ અકાઉન્ટ છે. હાલમાં જ તેમણે પોતાની લવ સ્ટોરી શેર કરી. તેમાં વિનીએ જણાવ્યું કે, જયને તે 8 વર્ષ સુધી ‘ભાઈ’ કહીને બોલાવતી હતી, કેમ કે જય તેનાથી ઉંમરમાં મોટો હતો.

વિનીએ એ જણાવ્યું કે, તે અને જય અરસપરસમાં સંબંધી હતા. વિની અને જયે પોતાને કન્ટેન્ટ ક્રિએટર બતાવ્યા છે. તેઓ પોતાની લાઇફ સાથે જોડાયેલા વીડિયોઝ અને ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. એક વીડિયોમાં વિનીએ જણાવ્યું કે, તે શરૂઆતમાં જયને ભાઈ કહેતી હતી. એ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે તે (જય) ઉંમરમાં મારાથી મોટો હતો અને દૂરનો સંબંધી લાગે છે. એટલે તેને ભાઈ કહેતી હતી. જો કે, ત્યારબાદ બંનેના લગ્ન થઈ ગયા અને હવે તેમનું એક સંતાન પણ છે.

 
 
 
View this post on Instagram

A post shared by Vini & Jai (@viniandjai)

કપલના આ વીડિયોને 45 લાખ કરતા વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. સેકડો લોકોએ કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે કહ્યું કે, સ્મોલ ટાઉનમાં પોતાનાથી મોટાઓને ભાઈ અને દીદી જ બોલે છે. બીજા એક યુઝરે લખ્યું કે, થોડું અજીબ લાગી રહ્યું છે. ત્રીજાએ કહ્યું કે, પોતાનાથી મોટા કોઈને પણ ભાઈ બોલાવી શકો છો. તેનાથી સંબંધ બની જતો નથી. એક અન્ય યુઝરે લખ્યું કે, કપલને ટ્રોલ ન કરવું જોઈએ.

 
 
 
View this post on Instagram

A post shared by Vini & Jai (@viniandjai)

એક અન્ય યુઝરે લખ્યું કે, તેઓ સંબંધે ભાઈ-બહેન નથી લગતા, મોટા હોવાના કારણે છોકરી, છોકરાને ભાઈ બોલાવતી હશે. તેમના લગ્નમાં કંઈ ખોટું નથી. વિની અને જય સોશિયલ મીડિયા પર ખૂબ પોપ્યુલર જોડી છે. તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેમના 14 હજારથી વધુ ફોલોઅર્સ છે. યુટ્યુબ પર તેમની ચેનલોના હજારો સબ્સ્ક્રાઇબર્સ છે. તેમના ઘણા વીડિયોઝમાં વ્યૂઝ મળ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp