CM મમતા બેનર્જી 2024માં કોંગ્રેસને 200 સીટો પર સમર્થન આપશે
કર્ણાટકમાં જીત બાદ હવે કોંગ્રેસ પાર્ટીને મમતા બેનર્જીએ સમર્થન આપવાની વાત કરી છે. મમતા બેનર્જીનું કહેવું છે કે, તૃણમૂલ કોંગ્રેસ એ રાજ્યોમાં કોંગ્રેસનું સમર્થન કરવા માટે તૈયાર છે, જ્યાં તે મજબૂત છે. તે સિવાય મમતા બેનર્જીએ કહ્યું કે, કોંગ્રેસે બંગાળ જેવા રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસની મદદ કરવી પડશે.
તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જી 2024ની સામાન્ય ચૂંટણીનો ફોર્મ્યુલા નક્કી કરવા માટે દરેક વિપક્ષી દળોના નેતા સાથે વાતચીત શરૂ કરવા માગે છે. રાજ્ય સચિવાલય નબન્નામાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, હું કોઇ જાદુગર નથી, કે કોઇ જ્યોતિષ નથી. હું ન કહી શકું કે, ભવિષ્યમાં શું થશે. પણ હું તમને એક વાત કહી શકું છું કે, જ્યાં ક્ષેત્રિય પાર્ટી મજબૂત છે ત્યાં ભાજપ નથી લડી શકતું અને જ્યાં લોકો નિરાશ છે ત્યાં પણ ભાજપ નથી લડી શકતું. કર્ણાટકમાં કરવામાં આવેલું વોટિંગ ભાજપ સરકાર વિરુદ્ધ એક જનાદેશ છે.
તેમણે આગળ કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા પણ બરબાદ થઇ ગઇ છે, લોકતાંત્રિક અધિકારને બુલડોઝરથી કચળી નાખવામાં આવ્યું છે અને ત્યાં સુધી કે પહેલવાનોનું નથી સાંભળવામાં આવતું. તેથી આ સ્થિતિમાં શ્રેત્રમાં જે પણ મજબૂત છે, તેમણે મળીને લડવું જોઇએ. માની લો કે, બંગાળમાં મજબૂત છીએ તો બંગાળાં લડીએ. દિલ્હીમાં કોંગ્રેસે લડવું જોઇએ. બિહારમાં નીતિશ કુમારે અને તેજસ્વીએ સાથે લડવું જોઇએ અને એ જ રીતે અન્ય રાજ્યોમાં પણ મળીને કામ કરવું જોઇએ.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, જે સીટો પર કોંગ્રેસ પાર્ટી મજબૂત છે, ત્યાં તેઓ ભાજપ સાથે લડી શકે છે. તેમણે કહ્યું કે, મજબૂત પાર્ટીને પ્રાથમિકતા આપવી જોઇએ અને જ્યાં પણ કોંગ્રેસ પાર્ટી મજબૂત છે તેમને લડવા દો, અમે સમર્થન આપીશું. પણ તેના માટે કોંગ્રેસે પણ અન્ય પાર્ટીઓને સમર્થન આપવું પડશે.
મમતા બેનર્જીએ પોતાનો પ્લાન બતાવતા આગળ કહ્યું કે, અમે ગણતરી કરી છે કે, કોંગ્રેસ 200 સીટ પર મજબૂત છે. એવામાં જો કોંગ્રેસ કંઇ સારુ મેળવવા માગે છે તો તેમણે અમુક ક્ષેત્રોમાં ત્યાગ પણ કરવો પડશે. માની લો કે, ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવને પ્રાથમિકતા આપવી છે તો સાથે બેસીને નિર્ણય લો. મમતા બેનર્જીએ કહ્યું કે, હું એમ નથી કહી રહી કે, ત્યાં કોંગ્રેસે ન લડવું જોઇએ. પણ વાત કરવી જરૂરી છે.
આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમને નજીકના ભવિષ્યમાં દરેક વિપક્ષી દળો સાથે કોઇ સંભાવિત બેઠક વિશે પૂછવામાં આવ્યું. તો તેના પર મમતા બેનર્જીએ જવાબ આપ્યો કે, તેઓ આ મહિનાના અંત સુધીમાં દિલ્હીનો પ્રવાસ કરશે. તેમણે કહ્યું કે, તેઓ 27મી મેના રોજ નીતિ આયોગ સરકાર પરિષદની બેઠકમાં શામેલ થશે. પણ એ સમયે દિલ્હીમાં તેમની વિપક્ષની બેઠકનો કોઇ પ્રસ્તાવ નથી. તેમણે કહ્યું કે, હું નીતિ આયોગની બેઠકમાં ભાગ લઇશ, કારણ કે, રાજ્યના મુદ્દાને ઉઠાવવાનો કોઇ અન્ય વિકલ્પ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp