રાજસ્થાન, બંગાળ, છત્તીસગઢના બળાત્કારના આંકડા જોશો તો મણિપુરમાં ઓછા છેઃ CM

PC: newindianexpress.com

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ મણિપુરની ઘટનાનો વાયરલ વીડિયો જાહેર કરવાના સમય પર સવાલ ઉઠાવ્યા હતા. સંસદના ચોમાસુ સત્રના એક દિવસ પહેલા જ તેને બહાર પાડવો એ રાજકારણ છે, એમ તેમણે કહ્યું હતું. શર્માએ દાવો કર્યો હતો કે પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને છત્તીસગઢ જેવા કેટલાક વિપક્ષ શાસિત રાજ્યોમાં બળાત્કારની ઘટનાઓ ભાજપ શાસિત મણિપુર અથવા અન્ય પૂર્વોત્તર રાજ્યો કરતાં ઘણી વધારે છે.

ભાજપ નેતાએ કહ્યું, આ ઘટના અંગેનો કેસ ઘણા સમય પહેલા નોંધાયેલો હતો, તેનો વીડિયો ઉપલબ્ધ હતો. સંસદનું સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા તેને બહાર પાડવામાં આવ્યો હતો તેથી, તેમાં અમુક પ્રકારની રાજકીય બાબતો સામેલ છે.તેમણે કહ્યું કે આ એક ઘૃણાસ્પદ ઘટના છે અને વીડિયો રિલીઝ થવાનો સમય છતાં ગુનેગારોને માફ કરી શકાય નહીં.

મુખ્યમંત્રીએ કહ્યું, વીડિયો રીલિઝની તારીખને ધ્યાનમાં લીધા વિના, ઘટનાની નિંદા થવી જોઈએ, દોષિતોને સજા થવી જોઈએ એમાં મને આમાં કોઈ વાંધો નથી. પરંતુ, તમારે સમગ્ર મણિપુર અથવા પૂર્વોત્તરને બદનામ ન કરવું જોઈએ. તેમણે દાવો કર્યો હતો કે પૂર્વોત્તરમાં, ખાસ કરીને મણિપુર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશમાં બળાત્કારની ઘટનાઓ ઓછી થાય છે.

હિંમતા બિસ્વા સરમાએ કહ્યું કે, પરંતુ ચિત્ર એવું ઉપસાવવામાં આવી રહ્યું છે કે મણિપુરમાં દરરોજ બળાત્કાર થાય છે. પરંતુ તમે રાજસ્થાન,પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢના બળાત્કારના આંકડા જોશો તો મણિપુરમાં ઓછા છે.

4 મેના દિવસે મણિપુરમાં કુકી અને મેઇતેઈ સમુદાયો વચ્ચે વંશીય સંઘર્ષ ફાટી નીકળતાં ટોળા દ્વારા બે કુકી મહિલાઓને નગ્ન કરવામાં આવી હતી અને પછી જાતીય હુમલો કરવામાં આવ્યો હતો. આ વીડિયો ઘટનાના બે મહિના પછી સામે આવ્યો છે જ્યારે પોલીસે જણાવ્યું હતું કે ગયા મહિને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ઘટના સંઘર્ષના બીજા દિવસે 4 મે 2023ના રોજ બની હતી. મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 150 લોકો માર્યા ગયા છે અને 40,000 લોકો વિસ્થાપિત થયા છે. ટોળાએ મહિલાના પરિવારજનોને માર માર્યો હતો.

આ પહેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે,મણિપુરની 2 મહિલાઓના જાતીય હુમલાનો ભયાનક વીડિયો નિંદનીય અને અમાનવીય છે. CM સાથે વાત કરી હતી. CMએ કહ્યું હતું કે તપાસ હજુ ચાલુ છે અને ખાતરી આપી છે કે ગુનેગારોને ન્યાય અપાવવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp