કોર્ટે નિર્મલા સીતારમણ સામે FIR નોંધવાનો આપ્યો આદેશ, જાણો શું છે મામલો

PC: facebook.com/nirmala.sitharaman

બેંગ્લોરની એક કોર્ટે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ બળજબરીપૂર્વક વસૂલીના આરોપમાં FIR નોંધવાનો આદેશ આપ્યો છે. બેંગ્લોરમાં જનપ્રતિનિધિઓની વિશેષ કોર્ટે આ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. આ ચૂંટણી બોન્ડ માટે બળજબરીપૂર્વક વસૂલીના આરોપોન સંબંધમાં આવ્યો છે. જનાધિકાર સંઘર્ષ સંગઠનના આદર્શ ઐય્યરે નિર્મલા સીતારમણ અને અન્ય વિરુદ્ધ એક ખાનગી ફરિયાદ (PCR) નોંધાવી હતી. PCRમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ચૂંટણી બોન્ડ માટે બળજબરીપૂર્વક વસૂલી કરવામાં આવી હતી.

ત્યારબાદ બેંગ્લોરમાં જનપ્રતિનિધિઓની વિશેષ કોર્ટે નિર્મલા સીતારમણ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપી દીધો હતો. આ આદેશ 42મી ACMM કોર્ટે જાહેર કર્યો છે. તિલક નગર પોલીસ હવે નિર્મલા સીતારમણ અને અન્ય વિરુદ્ધ FIR નોંધાશે. નાણામંત્રી નિર્મલા સીતા રમણ સાથે સાથે ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ભાજપના પ્રદેશ અધ્યક્ષ બી.વાઈ. વિજયેન્દ્ર, ભાજપના નેતા નલિન કુમાર કતીલ, કેન્દ્રીય અને રાજ્ય ભાજપ કાર્યાલય અને ED વિભાગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલ 2019થી ઑગસ્ટ 2022 સુધી વ્યવસાયી અનિલ અગ્રવાલની ફર્મ પરથી લગભગ 230 કરોડ રૂપિયા અને અરબિન્દો ફાર્મસી પાસેથી 49 કરોડ રૂપિયા ચૂંટણી બોન્ડના માધ્યમથી વસૂલવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રએ વર્ષ 2018માં ચૂંટણી બોન્ડ યોજના શરૂ કરી હતી અને તેનું ઉદ્દેશ્ય રાજનીતિક પાર્ટીઓને આપવામાં આવતા રોકડ દાનની જગ્યાએ લેવાનું હતું, જેથી રાજકીય ફંડિંગમાં પારદર્શિતામાં સુધાર થઈ શકે.  ચૂંટણી બોન્ડના માધ્યમથી રાજકીય પાર્ટીઓને ફંડ આપવામાં આવતો હતો, પરંતુ તેનો ખુલાસો કરવામાં આવતો નહોતો. જો કે, બાદમાં વિપક્ષના આરોપો અને દાખલ કરેલી અરજીને ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટે તેને રદ્દ કરી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp