સંજય રાઉતે કહ્યું કે, ઠાકરે સેનાને 19 લોકસભા સીટ મળવી જોઇએ, કોંગ્રેસ નારાજ

PC: Indianexpress.com

સંજય રાઉતના એક નિવેદનને કારણે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાઇ ગયું છે. હજુ તો લોકસભાની ચૂંટણી 2024માં છે તે પહેલા મહાગઠબંધનમાં ઠાકરે સેનાને 19 સીટ મળવી જોઇએ એવી માંગણી રાઉતે કરી દેતા હોબાળો મચી ગયો છે.

શિવસેના ( ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉતે એવું નિવેદન આપી દીધું છે જેને કારણે કોંગ્રેસ નારાજ થઇ ગઇ છે. સંજય રાઉતે કહ્યુ કે ઠાકરે સેનાને લોકસભામાં 19 સીટ મળવી જોઇએ.ત્રણેય દળોએ કેટલીક સીટો પર સમાધાન કરવું પડશે.તો બીજી તરફ મહારાષ્ટ્ર કોર કમિટીની બેઠકમાં આજે નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે બેઠકો પર જે પાર્ટીની તાકાત હશે, એ બેઠક પરથી એ પાર્ટીને ચુંટણી લડવાનો મોકો મળવો જોઇએ. મહારાષ્ટ્રમાં શિવસેના (ઉદ્ધવ), એનસીપી અને કોંગ્રેસે મહાગઠબંધન કરીને મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકાર બનાવેલી. હજુ પણ આ ત્રણેય પાર્ટીઓનું ગઠબંધન ચાલી રહ્યું છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસે 26 બેઠકો પરથી ચૂંટણી લડી હતી, પરંતુ માત્ર 1 જ બેઠક જીતી હતી.

કોંગ્રેસે કહ્યું કે, આ વખતે સીટોની વ્હેંચણી નવી ફોર્મ્યુલા હેઠળ નક્કી થવી જોઇએ. જેમની જ્યાં તાકાત હોય તેમને ત્યાં સીટ મળવી જોઇએ. 2019 લોકસભાના પરિણામોને આધારે સીટોની વ્હેંચણી ન થવી જોઇએ. છેલ્લાં 5 વર્ષમાં માહોલ બદલાયો છે અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સ્થિતિ વધારે સારી બની છે.

સંજય રાઉતના નિવેદન પર મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા અશોક ચવ્હાણે કહ્યું કે, સમાધાનનો કોઇ સવાલ જ નથી. મેટિરને આધારે સીટોની વ્હેંચણી થશે. આગામી લોકસભા ચૂંટણીમાં કેટલી લોકસભા સીટો પરથી ચૂંટણી લડવી જોઇએ એ વિશે આજની બેઠકમાં ચર્ચા થઇ હતી. ચવ્હાણે કહ્યું જે વિસ્તારમાં જે પાર્ટીની તાકાત વધારે હશે તે બેઠકો પર તે પાર્ટીના ઉમેદવારોને તક આપવામાં આવશે, જેને કારણે જીત મેળવવી સરળ બનશે.

અશોક ચવ્હાણે કહ્યું કે, દર વખતે ચૂંટણીની સ્થિતિ બદલાતી હોય છે, આ વખતે પણ સ્થિતિ અલગ છે અને પહેલાંથી ઘણી સારી છે. તેમણે કહ્યુ કે, સંજય રાઉતનું  નિવેદન એ તેમનું વ્યકિતગત નિવેદન છે. જ્યારે અમે બધા સાથે બેસીશું ત્યારે એ વિશે ચર્ચા કરીશું.

ચવ્હાણે કહ્યું કે ઠાકરે સેનાને 19 સીટ પર લડવાની દરખાસ્ત સંજય રાઉતનું વ્યકિતગત નિવેદન હોય શકે છે, એ જરૂરી નથી કે આ મહા વિકાસ અઘાડીનો પણ મત હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp