ગુલામ નબી આઝાદ અને BJP નેતાઓના ઘરની વીજળી કાપી નંખાઈ, આ છે કારણ

PC: indiatoday.in

જમ્મુ-કાશ્મીર પ્રશાસને બાકી બિલ જમા ન કરાવવા પર પૂર્વ મુખ્યમંત્રી અને ડેમોક્રેટિક આઝાદ પ્રોગ્રેસિવ પાર્ટી (DAPP)ના અધ્યક્ષ ગુલામ નબી આઝાદ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના જમ્મુ-કાશ્મીરના અધ્યક્ષ રવીન્દ્ર રૈના સહિત ઘણા બીજા લોકોના ઘરોની વીજળી સપ્લાઈ બંધ કરી દેવામાં આવી છે. જો કે, ગુલામ નબી આઝાદ સાથે સંપર્ક થઈ શક્યો નથી, પરંતુ તેમના નજીકના જાણકારોએ તેની પુષ્ટિ કરી કે, શનિવારે સાંજે તેમના ઘરની વીજળી કાપી દેવામાં આવી હતી. જ્યારે રવીન્દ્ર રૈનાએ કહ્યું કે, તેઓ નિયમિત રૂપે પોતાના વીજળીના બિલો જમા કરાવી રહ્યા છે.

જમ્મુ કશ્મીરના ભાજપ અધ્યક્ષ રવીન્દ્ર રૈનાએ ફોન પર જણાવ્યું કે, તેઓ આ સમયે રાજૌરીમાં છે અને જમ્મુ ફર્યા બાદ વીજળી કાપવાના કારણોની જાણકારી મેળવશે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, ગુલામ નબી આઝાદ અને રવીન્દ્ર રૈના સિવાય એક અન્ય મુખ્ય નેતા નીલમ લંગેહના ઘરની વીજળીનું બિલ પણ જમા કરાવવામાં આવ્યું ન હોવાની વીજળી કાપી દેવામાં આવી છે. નીલમ લંગેહ ભાજપના નેતા અને રામબન સીટથી ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે.

આ ત્રણેય નેતા જમ્મુ શહેરના એક સંપન્ન વિસ્તાર ગાંધી નગરમાં સરકારી આવાસમાં રહે છે. હાલના સમયમાં રવીન્દ્ર રૈના સરકારી આવાસ ગાંધીનગર 14Aમાં, નીલમ લંગેહ ગાંધીનગર, જ્યારે ગુલામ નબી આઝાદ નંબર-1 ગાંધીનગરમાં રહે છે. વીજળી વિભાગના જણાવ્યા મુજબ ઉચ્ચ અધિકારીઓના નિર્દેશ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. આ અગાઉ નેતાઓને નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. તેમાં 3 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આ અવધિમાં કશું જ ન થયું.

વીજળી વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, તેમની બાકી રકમ 2 લાખ રૂપિયાથી વધુ થઈ ગઇ હતી. એટલે તેમના ઘરોની વીજળી કાપી દેવામાં આવી. તેની સાથે જ આખા દેશમાં ચાલનારી એક મુખ્ય રેસ્ટોરાં શૃંખલાના ગાંધીનગર આઉટલેટનો વીજળી પુરવઠો પણ બંધ કરવાની ચેતવણી આપવામાં આવી છે. વીજળી વિભાગે કહ્યું કે, જમ્મુની વાલ્મીકિ કોલોનીમાં રહેતા ઘરોની વીજ સપ્લાઈ પણ બંધ કરી દેવામાં આવી છે. ત્યાંનાં લોકોની અંગત બાકી 2 લાખ રૂપિયાથી વધુ થઈ ગયું હતું.

આ કોલોનીના રહેવાસીઓને પાડોશી રાજ્ય પંજાબથી લાવવામાં આવ્યા હતા અને ઘણા દશક અગાઉ જમ્મુમાં વસી ગયા હતા. વાલ્મીકિ કોલોનીના રહેવાસીઓએ દાવો કર્યો કે, તેમને તાત્કાલીન રાજ્ય સરકારે એ વાયદા સાથે અહીં વસાવ્યા હતા કે તેમને સ્વચ્છતાના કામના બદલે બધી સુવિધાઓ મફત આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2022માં જમ્મુ-કાશ્મીર પ્રશાસને બાકી ચૂકવણી ન કરવાના કારણે ઘરેલુ વીજ ઉપભોક્તાઓના તેમના વીજ બિલો પર વ્યાજમાં માફીની જાહેરાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp