પયગંબર વિરુદ્ધ ટીપ્પણી કરનારા ભાજપ નેતાનું સસ્પેન્શન રદ, ચૂંટણીમાં ટિકીટ પણ આપી

PC: facebook.com/profile.php?id=100092019661941

રાજકારણમાં નિતીમત્તા જેવું કશું હોતું નથી, ભલે ભાજપ શિસ્તની વાત કરતી હોય, પરંતુ તેલંગાણામાં મોહમ્મદ પયગંબર વિરુદ્ધ ટીપ્પણી કરનાર ભાજપ નેતાનું સસ્પેન્શન રદ કરી દેવામાં આવ્યું છે, એટલુ જ નહીં આ નેતાને ટિકીટ પણ આપવામાં આવી છે. ગયા વર્ષે તેલંગાણાના નેતા ઠાકુર રાજા સિંહ જેમને ટી. રાજા તરીકે વધારે ઓળખવમાં આવે છે, તેમણે હેટ સ્પીચ આપી હતી.

ગયા વર્ષે 25 ઓગસ્ટે પયગંબર મુહમ્મદ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ટી.રાજાની ધરપકડ કરવામાં આવી હતી અને ભાજપે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. નવેમ્બર 2022માં તેલંગાણા હાઈકોર્ટે તેમને મૂક્ત કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, ભાજપે ટી સસ્પેન્શન જાળવી રાખ્યું હતું.

તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ વિવાદાસ્પદ નિવેદન આપનારા પોતાના ધારાસભ્ય ટી રાજા સિંહનું સસ્પેન્શન રદ કરી દીધું છે. ભાજપની કેન્દ્રીય શિસ્ત સમિતિએ 22 ઓક્ટોબરે આ નિર્ણય લીધો હતો. ટી રાજાને આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ ટિકિટ આપવામાં આવી છે. રાજા તેમની જૂની બેઠક ગોશામહલથી ચૂંટણી લડશે. તેલંગાણા માટે ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદીમાં તેમનું નામ સામેલ છે.

ટી રાજા સિંહે કથિત રીતે હૈદ્રાબાદમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન મુન્નવર ફારુકીના શોના જવાબમાં એક વીડિયો જારી કરીને પયગંબર મોહમ્મદ વિશે ટિપ્પણી કરી હતી. એમના નિવેદન પછી દેશભરમાં ભારે હોબાળો મચી ગયો હતો અને ભાજપે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. ટી રાજાએ આપેલી હેટ સ્પીચમાં માત્ર ફારુકીને જ અપશબ્દો નહોતા કહ્યા, પરંતુ કોમેડિયનની માતા વિશે પણ અશ્લીલ ટિપ્પણી કરી હતી.

તે વખતે ટી રાજાએ કહ્યુ હતું કે મેં પાર્ટીના બંધારણનું કોઇ ઉલ્લંઘન કર્યું નથી.

હવે ભાજપે 22 ઓકટોબરે એક પ્રેસ રીલિઝમાં કહ્યું છે કે, પાર્ટી તરફથી આપવામાં આવેલી કારણદર્શક નોટિસનો જવાબમાં ટી રાજાએ જે ચોખવટ કરી છે તેના પર વિચાર કરીને તેમનું સસ્પેન્શન રદ કરી દેવામાં આવ્યું છે. ભાજપે તે વખતે ટી રાજાને શો-કોઝ નોટિસનો 2 સપ્ટેમ્બર 2022 સુધીમાં જવાબ આપવાનો સમય આપ્યો હતો.

ટી રાજાનું સસ્પેન્શન રદ થયા પછી PM મોદી સહિત ભાજપના ઘણા નેતાઓએ આભાર માન્યો હતો.ટી રાજાએ X પ્લેટફોર્મ પર લખ્યુ કે,મારું સસ્પેન્શન રદ થયા પછી સૌથી પહેલાં PM મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો હું આભાર માનું છું.

જો કે ભાજપના આ તેલંગાણાના નેતાએ પહેલીવાર વિવાદીત નિવેદન આપ્યું નથી. તાજેતરમાં જ ઇઝરાયલ હમાસ યુદ્ધ પર પણ ટી રાજાએ વિવાદીત નિવેદન આપ્યું હતુ. AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીએ પેલેસ્ટાઈનના સમર્થનમાં નિવેદન આપ્યું હતું. એની પર નિશાન સાધીને ટી રાજાએ કહ્યું હતું કે જો તેઓ ધારાસભ્ય નહીં રહેશે તો બધાને પકડી પકડીને મારશે.મહારાષ્ટ્રના અહમદનગરમાં એક રેલીને સંબોધતા ટી રાજાએ કહ્યું હતું કે, હું જેલ જવાથી ડરતો નથી. અત્યાર સુધી ચુપ હતો કારણકે ધારાસભ્ય છું. જો હારી ગયો તો લવ જિહાદીઓને જાહેરમાં ફટકારીશ. અમે મર્દ છીએ અને હમેંશા મર્દ લોકો જ ઇતિહાસ લખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp