રાષ્ટ્રપતિના સંસદમાં પહેલા ભાષણની શશિ થરૂરે કરી ટીકા-કહ્યું આ તો ભાજપ...

PC: abplive.com

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અભિભાષણ પર કોંગ્રેસે BJP પર નિશાનો સાધ્યો છે. સાંસદ શશિ થરૂરે કહ્યું કે, BJP રાષ્ટ્રપતિના માધ્યમથી ચૂંટણી વાયદા લેવાનો પ્રયત્ન કરી રહી છે. કોંગ્રેસ નેતા શશિ થરૂરે મંગળવાર (31 જાન્યુઆરી)એ કહ્યું, રાષ્ટ્રપતિ ચૂંટણી નથી લડતા પરંતુ એવુ લાગી રહ્યું હતું કે, BJP સરકાર પોતાના આવનારા ચૂંટણી અભિયાન તેમના માધ્યમથી ચલાવી રહી છે. સમગ્ર ભાષણ એક ચૂંટણી ભાષણ લાગી રહ્યું હતું. તેઓ સરકાર દ્વારા કરવામાં આવેલા દરેક કામોની પ્રશંસા કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આપણે તેને માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને જવાબદાર ના કહી શકીએ કારણ કે, ભાષણ હાલની કેન્દ્ર સરકારે લખ્યું હતું. તેમણે સાથે જ કહ્યું કે, તેઓ એ બાબતોને છોડી રહ્યા હતા જેમા સરકારનું પ્રદર્શન સારું નથી રહ્યું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બજેટ સત્રના પહેલા દિવસે સંસદના બંને સદનોની સંયુક્ત બેઠકને સંબોધિત કરતા પોતાના પહેલા અભિભાષણમાં કહ્યું, દેશની એ વિચારધારાને બદલવાની છે જે પ્રગતિ અને પ્રકૃતિને પરસ્પર વિરોધી માનતી હતી. સરકાર વિકાસને ગતિ આપવાની સાથે હરિત વૃદ્ધિ પર ધ્યાન આપી રહી છે અને સમગ્ર વિશ્વને મિશન લાઈફ સાથે જોડવા પર ભાર આપી રહી છે. પોતાના અભિભાષણમાં તેમણે કહ્યું કે, ભારતમાં મજબૂત ઈચ્છાશક્તિવાળી સરકાર છે, જે ડર્યા વિના કામ કરી રહી છે. સાથે જ તેમણે સર્જિકલ સ્ટ્રાઈક, આતંકવાદ પર કડકાઈ, આર્ટિકલ 370 અને ટ્રિપલ તલાકનો પણ ઉલ્લેખ કર્યો.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું હતું કે, સરકાર દેશના વિકાસ માટે જે ગતિ અને પરિમાણો પર કામ કરી રહી છે, તે અભૂતપૂર્વ છે. તેમણે કહ્યું કે, દેશને વિશ્વનું સૌથી પ્રતિસ્પર્ધી લોજિસ્ટિક કેન્દ્ર બનાવવા માટે સરકાર કામ કરી રહી છે. તેના માટે ગત વર્ષે દેશમાં રાષ્ટ્રીય લોજિસ્ટિક નીતિ લાગૂ કરવામાં આવી છે. આ નીતિના લાગૂ થવાથી લોજિસ્ટિક સાથે સંકળાયેલા ખર્ચામાં ખૂબ જ ઘટાડો આવશે. જણાવી દઈએ કે, નાણા મંત્રી નિર્મલા સીતારમન બુધવાર (1 ફેબ્રુઆરી)ના રોજ બજેટ રજૂ કરશે. સીતારમનનું આ મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ પૂર્ણ બજેટ હશે.

રાષ્ટ્રપતિના અભિભાષણ પર લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, રાષ્ટ્રપતિનું અભિભાષણ દર્શાવે છે કે સરકાર શું ઈચ્છે છે અને શું કરે છે. સ્વાભાવિકરીતે જ રાષ્ટ્રપતિ સરકારનું નિવેદન પ્રસ્તુત કરે છે. છતા અમે રાષ્ટ્રપતિના અભિભાષણનું સન્માન કરીએ છીએ. જ્યારે સદનમાં તેના પર ચર્ચા થશે, ત્યારે અમે પોતાના વિચારો રજૂ કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp