BJPએ શોધી કાઢ્યો કોંગ્રેસને ઘેરવાનો K3 ફોર્મ્યૂલા, કર્ણાટક જીતનો ફાયદો નહીં થાય

PC: twitter.com

કમિશન, કરપ્શન અને કોંગ્રેસ ત્રણ ફેક્ટર એવા હતા, જેણે ભારતીય જનતા પાર્ટી પાસેથી કર્ણાટકમાં સત્તા છીનવી લીધી. હવે આ જ મુદ્દાઓને કોંગ્રેસ વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી (BJP) હથિયાર બનાવીને ઉપયોગ કરી રહી છે. ક્યારેક પોસ્ટર તો ક્યારેક કાર્ટૂન દ્વારા ભાજપ કોંગ્રેસ પર નિશાનો સાધી રહી છે. રાજનીતિના ‘K’ ફેક્ટરને કોંગ્રેસે કર્ણાટક માટે તૈયાર કર્યું, પરંતુ હવે ભાજપ ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપે એક કાર્ટૂન પોસ્ટર જાહેર કરી સીધી રીતે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ, કરપ્શન અને કોમ્પિટિશન આ જ તેમની હકીકત છે.

ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ટ્વીટર અકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલા આ કાર્ટૂન પોસ્ટરમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જૂન ખડગે, સિદ્ધરમૈયા અને ડી.કે. શિવકુમારને દેખાડતા આ કટાક્ષ કરવામાં આવ્યો છે કે કોંગ્રેસમાં કરપ્શનનું કોમ્પિટિશન ચાલી રહ્યું છે. ભાજપે સિદ્ધારમૈયા પર ડી.કે. શિવકુમારની તુલનામાં ભ્રષ્ટાચારના વધુ કેસ હોવાની વાત કહેતા અપ્રત્યક્ષ રૂપે એમ કહેવાનો પ્રયાસ કર્યો છે કે સિદ્ધરમૈયા પર ભ્રષ્ટાચારના વધુ કેસ છે એટલે ગાંધી પરિવારે તેમને કર્ણાટકના મુખ્યમંત્રી બનાવ્યા છે.

તેમાં રાહુલ ગાંધી પર પ્રહાર કરતા નેશનલ હેરાલ્ડ કૌભાંડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભાજપ IT સેલના હેડ અમિત માલવીયએ ગુરુવારના દિવસે જ એક કાર્ટૂન પોસ્ટર જાહેર કરતા આ આરોપ લગાવ્યા હતા. તેમને કહ્યું હતું કે, ભ્રષ્ટાચારના વધુ કેસોના કારણે જ સિદ્ધરમૈયાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. હવે ગાંધી પરિવારને ખુશ રાખવા માટે હકીકતમાં સરકાર ચલાવનારા ડી.કે. શિવકુમાર કર્ણાટકને એક ATM બનાવી દેશે. જો કે, એ કાર્ટૂનમાં સોનિયા ગાંધી સામેલ નહોતા.

લોકસભાની ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં લઈને હવે ભાજપે સરકાર રચવા અગાઉ જ કર્ણાટક પર બનાવવામાં આવેલી નીતિઓને લઈને કોંગ્રેસને ઘેરવાની શરૂઆત કરી દીધી છે. ભાજપે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે, પાર્ટી રાજ્યના લિંગાયત અને અનુસૂચિત જાતિઓને નજરઅંદાજ કરી રહી છે. ભાજપ લિંગાયતના મુદ્દા એટલે પણ ઉઠાવી રહી છે કેમ કે વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીનો સાથ છોડનાર લિંગાયત મતદાતાઓને લોકસભાની ચૂંટણી અગાઉ ફરીથી ભાજપના પક્ષમાં કરી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp