પૂર્વોત્તરના 3 રાજ્યોની ચૂંટણીના પરિણામ જાહેર થઇ રહ્યા છે, BJPની શું સ્થિતિ છે

PC: aajtak.in

પૂર્વોત્તરના 3 રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ફેબ્રુઆરી મહિનામાં વિધાનસભા 2023ની ચૂંટણીનું મતદાન થયું હતું, જેના પરિણામાં 2 માર્ચ, ગુરુવારે જાહેર થઇ રહ્યા છે. આ પરિણમોમાં ભાજપ 2 રાજ્યોમાં આગળ ચાલી રહી છે જ્યારે એક રાજ્ય એવું છે જેમાં ભાજપ પછડાટ ખાઇ રહ્યું છે.

 ત્રિપુરામાં વિધાનસભા 2023ની ચૂંટણી માટે મતદાન થયું હતું જ્યારે 27 ફેબ્રુઆરીએ નાગાલેન્ડ અને મેઘાલયમાં મતદાન કરવામાં આવ્યું હતું. ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ ત્રણેય રાજ્યોમાં  દરેક રાજ્યની વિધાનસભા સીટ 60 છે. મતલબ કે દરેક પાર્ટી રાજ્યોની 60-60 બેઠકો અંકે કરવા માટે ચૂંટણી લડી રહી હતી.

 ચૂંટણી પહેલાની વાત કરીએ તો ત્રિપુરામાં ભાજપની સરકાર છે, નાગાલેન્ડમાં ભાજપ અને NDPPના ગઠબંધનની સરકાર છે. જ્યારે મેઘાલયમાં નેશનલ પીપુલ્સ પાર્ટીની સરકાર છે અને મુખ્યમંત્રી તરીકે કોનરાડ સંગમાં છે.

હવે ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે તેમાં ત્રિપુરામાં ભાજપ બહુમત મેળવે તે સંકેતો મળી રહ્યા છે, કારણકે કુલ 60 સીટોમાંથી લગભગ 34 સીટો પર ભાજપ આગળ છે. જ્યારે નાગાલેન્જમાં પણ ભાજપ અને તેનું NDPP ગઠબંધન આગળ ચાલી રહ્યું છે. ભાજપ મેઘાલયમાં પછડાટ ખાઇ રહ્યું છે. મેઘાલયમાં મુખ્યમંત્રીની પાર્ટી આગળ ચાલી રહી છે. હજુ પરિણામો જાહેર થવાનું ચાલું જ છે, પરંતુ ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપનો હાથ ઉપર રહેશે એવું લાગી રહ્યું છે.

ગુજરાત વિધાનસભા 2022માં ભાજપે ઐતિહાસિક જીત મેળવી તે પછી ભાજપનો આત્મ વિશ્વાસ બુલંદી પર છે. ભાજપે તો આ ત્રણેય રાજ્યો માટે 6 મહિના પહેલાંથી તૈયારી શરૂ કરી દીધી હતી.

નાગાલેન્ડમાં કુલ 60 વિધાનસભા બેઠકો પરથી 32 બેઠકો પર ભાજપ અને તેનું ગઠબંધન આગળ ચાલી રહ્યું છે.

મેઘાલયમાં ચૂંટણીના જે પરિણામાં જાહેર થઇ રહ્યા છે તેમાં અપક્ષ ઉમેદવારો બધી પાર્ટીન ખેલ બગાડી રહ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. મેઘાલય વિધાનસભાની ચૂંટણીમાં  18 બેઠકો પર અપક્ષ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. જેને કારણે સ્થિતિ એ ઉભી થઇ રહી છે કે કોઇ પણ પાર્ટીને બહુમત મળી શકે તેમ નથી. આવા સંજોગોમાં મેઘાલયમાં સત્તા મેળવવા માટે ખેંચતાણ રહેશે એવું લાગી રહ્યું છે. જો આવી સ્થિતિનું નિર્માણ થશે તો તડજોડ કરીને ભાજપ મેઘાલયમાં પણ સત્તા હાસંલ કરી શકે છે. સાંજે બધા પરિણામો જાહેર થયા પછી ખબર પડશે કે ભાજપના હાથમાં 3 રાજ્યો આવે છે કે 2 રાજ્યોમાં સરકાર બનાવીને સંતોષ માનવો પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp