હે રામ...ગાંધીજીના સંસ્કારોને આત્મસાત કરી રહ્યું છે ભાજપ, કોંગ્રેસીઓમાંથી લૂપ્ત

બીજી ઓક્ટોબર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જયંતિ હતી. આ વખતની ગાંધી જયંતિએ બે બાબત ઉડીને આંખે વળગી હતી. એક તરફ વડાપ્રધાન મોદીના હાકલ પર ગાંધી જયંતિએ ભાજપ દ્વારા ગાંધી પ્રેમને ઉદ્દઘોષિત કરતાં કાર્યક્રમો જોવા મળ્યા હતા તો બીજી તરફ કોંગ્રેસનો બીબાઢાળ અને માત્ર દેખાડા જેવા કાર્યક્રમો જોવા મળ્યા. કોંગ્રેસના કાર્યક્રમોને લઈ અનેક પ્રશ્ન પણ લોકો પૂછી રહ્યા છે.

ગુજરાતમાં કોંગ્રેસે ગાંધી જયંતિએ સરકાર સામે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. ગાંધીજી પ્રત્યે પોતાની લાગણી દેખાડવા માટે કોંગ્રેસીઓ પાસે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી સિવાયના અન્ય કોઈ કાર્યક્રમો જોવા મળતા નથી. દર વર્ષે ગાંધીજીના નામે ગાંધી ટોપી પહેરી કોંગ્રેસીઓ ફૂલીને ફાળકા જરુર થતા રહે છે પણ વાસ્તવિક રીતે કોંગ્રેસીઓ ગાંધીજીના સંસ્કારો, સિદ્વાંતો, નીતિઓ, તેમના કરેલા કાર્યોને આગળ ધપાવવાનો કોઈ કાર્યક્રમ કરતા હોય એવું પાછલા અનેક વર્ષોથી જોવા મળતા નથી.

આ વખતે કોંગ્રેસીઓ ગાંધી વિચારધારાને આગળ ધપાવવાના કાર્યક્રમને બદલે વિપરીત રીતે ગાંધી જયંતિએ શિક્ષણ નીતિને લઈ વિરોધ પ્રદર્શનો કર્યા હતા. આ બતાવે છે કે કોંગ્રેસ ગાંધીજીના દ્રષ્ટિકોણને હવે તિલાંજલિ આપી રહી છે અથવા તો ગાંધીજીના પ્રેરણારુપ કાર્યો પ્રત્યે આંખ આડા કાન કરી સમગ્ર ગાંધી વિચારધારાને જ કોરાણે મૂકી રહી છે. કેટલાક ગાંધીવાદીઓ પોતે અંદરખાને સ્વીકારે છે કે કોંગ્રેસમાંથી ગાંધી સંસ્કારો લૂપ્ત થઈ રહ્યા છે. એવું લાગે છે કે કોંગ્રેસીઓને ગાંધીજીના નામને વટાવી લેવું છે અને ગાંધીજીની વિચારધારાના પ્રચાર-પ્રસાર માટે કશું કરવું નથી. ગાંધી જયંતિએ વિરોધ પ્રદર્શનો કરવા કરતાં ગાંધીજીની વિચારધારાને અનુલક્ષીને ભાજપ જેવા કાર્યક્રમો આપવાની ફરજ કોંગ્રેસની હતી પણ કોંગ્રેસીઓ એ જ જરી પુરાણી માનસિક્તામાંથી બહાર આવી રહ્યા નથી.

બીજી તરફ ભાજપે ગાંધીજી પ્રત્યેના અહોભાવ અને લાગણી દર્શાવવા માટે અનેક કાર્યક્રમો આપ્યા હતા. જેની અસર હકીકતમાં જોવા પણ મળી હતી. પ્રથમ તો પીએમ મોદીના આહવાન પર ભાજપે બાપુને સ્વચ્છાંજલિ આપતા કાર્યક્રમો કર્યા. ભાજપ કાર્યકરો દ્વારા ગાંધીજીની તર્જ પર જ પરોઢના સમયે પ્રભાતફેરીનું આયોજન કરાયું. આ સાથે પ્રાથના સભાઓ સાથે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવવામાં આવી હતી.

નોંધપાત્ર એ છે કે ગાંધી જયંતિએ ભાજપે ગાંધી સંસ્કારને આત્મસાત કર્યા હોય તેમ ગાંધીજીના ખાદી ગ્રામોદ્યોગને પ્રોત્સાહિત કરવા માટેના કાર્યક્રમો કર્યા. વિવિધ શહેરોમાં આવેલી ખાદીની દુકાનોમાંથી ખાદીના કપડાંની ખરીદી કરી. એક રિપોર્ટ મુજબ માત્ર દાહોદ જિલ્લામાં જ 1.45 લાખની ખાદીનું વેચાણ થયું. આવી રીતે ગાંધી જયંતિએ ભાજપે ગાંધીજીના ખાદીના વિચારના પ્રચાર-પ્રસાર માટે ઘણું-ઘણું કર્યું છે. ભાજપ ગાંધીજીના સંસ્કારોને પ્રોત્સાહિત કરીને “પીડ પરાઈ જાણે”ની ભાવનાની સંભાળ રાખી રહ્યું હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.

About The Author

UD Picture

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.