મણિપુરના હિંસાવાળા વિસ્તારના BJP ધારાસભ્યએ PM મોદી, અમિત શાહ પર ઉઠાવી દીધા સવાલ

PC: twitter.com

મણિપુરમાં જાતીય હિંસાને લઈને સ્થાનિક ભારતીય જનતા પાર્ટી (BJP) ધારાસભ્યએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર ઘણા સવાલ ઉઠાવ્યા છે. ધારાસભ્ય પાઓલીનલાલ હાઓકીપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાંબા સમય સુધી ચૂપ રહેવા પર કહ્યું કે, 79 દિવસ ભૂલી જાવ, આટલી મોટી હિંસા માટે એક અઠવાડિયુ (બોલવા માટે) પણ લાંબો સમય છે. ચૂપ રહેવાનો અર્થ નજરઅંદાજ કરવાનું છે. પાઓલીનલાલ હાઓકીપ ચુરાચાંદપુરની સેકોટ સીટથી ધારાસભ્ય છે. તેઓ કુકી સમુદાયમાંથી આવે છે.

પાઓલીનલાલ હાઓકીપે મણિપુરની ઘટના પર એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું. ભાજપના ધારાસભ્યની આ વાતચીત મણિપુરમાં મહિલાઓના યૌન ઉત્પીડન સાથે જોડાયેલા વીડિયો વાયરલ થાય બાદ થઈ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, હિંસા શરૂ થઈ 79 દિવસ થઈ ગયા, પરંતુ વડાપ્રધાને એક વીડિયો આવવા પર પોતાનું મૌન તોડ્યું, શું તે ખૂબ મોડુ ન થઈ ગયું? તેના પર પાઓલીનલાલ હાઓકીપે કહ્યું કે, અમે ગૃહ મંત્રીને મળ્યા હતા. વડાપ્રધાન પાસે મળવાનો સમય માગ્યો હતો, પરંતુ કોઈ જવાબ ન મળ્યો. આજે પણ તેની રાહ જોઈ રહ્યો છું જેથી તેમને સ્થિતિની ગંભીરતા બતાવી શકું.

તેમણે આગળ કહ્યું કે, હું એ માની રહ્યો છું કે, અમિત શાહ ત્યાંની સ્થિતિની ગંભીરતાને લઈને વડાપ્રધાનને રિપોર્ટ કરવામાં નિષ્ફળ રહ્યા. 79 દિવસોને ભૂલી જાવ, આટલી મોટી હિંસા માટે એક અઠવાડિયુ પણ લાંબો સમય છે. ઘણા જીવ બચાવી શકાતા હતા. હું પોતાના લોકોનો નેતા હોવાના સંબંધે ખૂબ દુઃખી છું. તેમણે દાવો કર્યો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ અગાઉ તેમણે મુલાકાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે, કુકી લોકોને લાગે છે કે, વડાપ્રધાનની પ્રાથમિકતાઓ જ ખોટી છે.

પાઓલીનલાલ હાઓકીપે કહ્યું કે, તેઓ વડાપ્રધાનના અમેરિકાના પ્રવાસના મહત્ત્વને ઓછો આંકી રહ્યા નથી, પરંતુ જ્યારે તમારા લોકો માર્યા જાય છે તો તમારે થોડો વધારે સમય ધ્યાન આપવું જોઈએ. શું જ્યાં સુધી માનવીય ક્રૂરતાની આ ઘટનાઓના વીડિયો નહીં આવે, તો શું સરકાર કાર્યવાહી નહીં કરે? તેમણે મુખ્યમંત્રી એન. બીરેન સિંહ પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, બીરેન સિંહ રાજ્યના ગૃહ મંત્રી પણ છે. 4 મેની ઘટનાને જ જોઈએ તો તેમાં FIR પહેલા નોંધાઈ ગઈ હતી, પરંતુ કાર્યવાહી ન થઈ. મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમણે ઘટના બાબતે કાલે (19 જુલાઇના રોજ) ખબર પડી. તે અક્ષમતા નહીં, પરંતુ કવરઅપ છે.

ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે, જ્યારથી મણિપુરનો વીડિયો વાયરલ થયો છે શું કેન્દ્ર સરકારે કોઈ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો? તેના પર ધારાસભ્યએ કહ્યું કે, તેઓ અત્યારે પણ તેની રાહ જોઈ રહ્યા છીએ. છેલ્લી વખત વડાપ્રધાનના અમેરિકા જવા અગાઉ 10 કુકી ધારાસભ્યોએ મળવાનો સમય માગ્યો હતો, પરંતુ અત્યાર સુધી જવાબની રાહ જોઈ રહ્યા છીએ. કુકી ધારાસભ્યોએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને અલગ પ્રશાસનની માગ કરતા ચિઠ્ઠી લખી હતી. તેમાં કહ્યું હતું કે, આદિવાસી લોકો સાથે નફરત એ સ્તર પર પહોંચી ગઈ કે બાળકો અને મહિલાઓને છોડવામાં આવી રહ્યા નથી.

એ માગ પર પાઓલીનલાલ હાઓકીપે કહ્યું કે, ‘અલગ પ્રશાસન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. સામાન્ય લોકોને છોડો, મારા જેવા ધારાસભ્યનો જીવ પણ સુરક્ષિત નથી, જે ઇમ્ફાલમાં વિધાનસભા પણ જઈ શકે, અમારા એક સાથી ધારાસભ્ય પર નિર્દયી હુમલો થયો. આ ઘટનાઓ બાદ શું તેઓ ભાજપ છોડવાનું વિચાર રહ્યા છે? તેના પર પાઓલીનલાલ હાઓકીપે કહ્યું કે, અત્યારે એવું કશું જ નથી. રાજનીતિ ક્યારેય વેઇટિંગ જેમ હોય છે. જોવું પડશે કે વસ્તુઓ કેવી રીતે આગળ વધે છે.

જો એવો સમય આવશે, જ્યારે લાગશે કે પાર્ટીમાં રહેવાથી પોતાના લોકો (જેમણે અમારા પર ભરોસો કર્યો છે) સાથે છેતરપિંડી થઈ રહી છે, ત્યારે અમે પોતાનો નિર્ણય લઈશું. મહિલાઓ વિરુદ્ધ હિંસાની બીજી ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો. પાઓલીનલાલ હાઓકીપે કહ્યું કે, યુદ્ધ રેપ કે ઉત્પીડન માનવાધિકાર ઉલ્લંઘન સૌથી ખરાબ ઉદાહરણ છે. આ તેમની (ગુનો કરનારાઓની) નીચતા દેખાડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp