છોકરીઓ એવા કપડા પહેરે છે કે એકદમ શૂર્પણખા લાગે છે: BJP નેતા કૈલાશ વિજયવર્ગીય

PC: indianexpress.com

ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય ફરી એક વખત પોતાના નિવેદનના કારણે વિવાદોમાં ફસાતા નજરે પડી રહ્યા છે. આ વખત તેમનો સોશિયલ મીડિયા પર હનુમાન જયંતીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં કૈલાશ વિજયવર્ગીય કહી રહ્યા છે કે કેટલીક મહિલાઓ એવા કપડાં પહેરીને નીકળે છે કે તેમને કારમાંથી ઉતરીને થપ્પડ મારી દઉં. તેઓ પૂરી શૂર્પણખા લાગે છે. આ વીડિયોમાં કૈલાશ વિજયવર્ગીય કહેતા નજરે પડી રહ્યા છે કે હું ક્યારેક ક્યારેક જોઉ છું.

હું આજે પણ નીકળું છું, ભણેલા-ગણેલા યુવાનો, બાળકોને ઝૂમતા જોઉ છું તો હકીકતમાં ઈચ્છા થાય છે કે 4-5 એવી આપું કે તેમનો નશો ઉતરી જાય. સાચું કહી રહ્યું છે. ભગવાનના સોગંધ. હનુમાન જયંતી પર ખોટું નહીં બોલું. છોકરીઓ પણ એટલા ગંદા કપડાં પહેરીન નીકળે છે કે... આપણે મહિલાઓને દેવી કહીએ છીએ. તેમનામાં દેવીનું સ્વરૂપ દેખાતું નથી. એકદમ શૂર્પણખા લાગે છે. ભગવાને હકીકતમાં સારું અને સુંદર શરીર આપ્યું છે. જરા સારા કપડાં પહેરો યાર. બાળકોમાં તમે સંસ્કાર નાખો. હું ખૂબ ચિંતિત છું.

કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ જણાવ્યું કે, કૈલાશ વિજયવર્ગીયએ બુધવારે રાત્રે મહાવીર જયંતી અને હનુમાન જયંતીના અવસરમાં પર એક સ્થાનિક સામાજિક સંસ્થામાં કાર્યક્રમના મંચથી ભાષણ આપતા આ વાત કહી. વીડિયોમાં વિજયવર્ગીયએ ઈન્દોરમાં રાત્રિના સમયે યુવાઓના નશામાં ઝૂમવાને લઈને પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, હું દાદા-દાદી, માતા-પિતા બધાને કહું છું કે શિક્ષણ જરૂરી નથી, સંસ્કાર જરૂરી છે.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જ્યારે ભાજપનો સાથ છોડીને RJD સાથે સરકાર બનાવી હતી તો પણ વિજયવર્ગીયએ એવો નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જ્યારે હું વિદેશમાં યાત્રા કરી રહ્યો હતો, તો કોઈ મને કહ્યું કે, ત્યાંની છોકરીઓ ક્યારેય પણ બોયફ્રેન્ડ બદલી લે છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ એવા જ છે, કોઈ જાણતું નથી, તેઓ કોનો સાથ પકડી શકે છે કે છોડી શકે છે.

મોદી સરકારની અગ્નિવીર યોજના લઈને આવી છે જે હેઠળ હવે માત્ર 4 વર્ષ માટે જવાનોની ભરતી ત્રણેય સેનામાં કરવામાં આવી રહી છે. તેને લઈને પણ કૈલાશ વિજયવર્ગીયએ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ યોજનાઓ અંતર્ગત સેનાથી નીકળેલા જવાનોને ભાજપની ઓફિસમાં ગાર્ડ રાખવામાં આવશે. જો કે ત્યારબાદ તેનો જોરદાર વિરોધ થયો તો તેમણે સફાઇ પણ આપી હતી. તેમણે કહ્યું હતું કે ટૂલકિટ ગેંગે તેમનું નિવેદન તોડી-મરોડીને રજૂ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp