'મેં ખુંટો નાખી દીધો તો PM મોદી પણ નહીં હલાવી શકશે': BJP નેતા ઓમ માથુર

PC: aajtak.in

પૂર્વ રાજ્યસભા સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય નેતા ઓમ માથુરના નિવેદનને લઈને હાલ વિવાદ ઊભો થઈ ગયો છે. ઓમ માથુરે કહ્યું કે, 'મેં ખુંટો નાખી દીધો તો PM મોદી પણ તેને હલાવી નહીં શકશે. મારા માણસની ટિકિટ વડા પ્રધાન પણ નહીં કાપી શકે.' તેમના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.

ઓમ માથુર અજમેરની નજીક પરબતસર વિધાનસભા ક્ષેત્રમાં જન આક્રોશ રેલીને લઈને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન ઓમ માથુરે કહ્યું હતું કે, 'જે વ્યક્તિની ટિકિટ મેં ફાઈનલ કરી દીધી, તેની PM મોદી પણ ટિકિટ નહીં કાપી શકે. મેં જ્યાં ખુંટો નાખી દઉં છું, તેના પછી તેને કોઈ નથી હલાવી શકતું.'

ઓમ માથુર આટલું કહીને નહીં અટક્યા, વધુમાં તેમણે એમ પણ કહ્યું કે 'ભલે લિસ્ટ જયપુરથી જાય કે દિલ્હીથી, હું ખુંટો નાખી દઉં પછી તેને કોઈ નથી હલાવી શકતું. કોઈ ગેરસમજ નહીં રાખતા, હવે તો હું કેન્દ્રીય ચૂંટણી સમિતિનો સભ્ય છું. જયપુરથી જે લિસ્ટ મોકલ્યું, તે ધ્યાનમાં રાખું છું. ગેરસમજ નહીં રાખતા અને પાલીવાળા તો નહીં જ રાખતા.'

ઓમ માથુરના આ નિવેદનને લઈને ભાજપના યુવા કાર્યકરોમાં રોષ ઊભો થઈ ગયો છે. ઓમ માથુરનું જાહેરમાં સ્ટેજ પરથી આ રીતનું નિવેદન આપવાને કારણે તેનો સખત વિરોધ પણ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેને PM મોદીનું અપમાન પણ માની રહ્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે, રાજસ્થાન ભાજપમાં CM ફેસને લઈને હંગામો ચાલી રહ્યો છે. હાલમાં ઓમ માથુર કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય છે અને તેઓ સતત નિવેદનો પણ આપી રહ્યા છે. હાલમાં જ તેમણે જયપુરમાં CM પદને લઈને અનેક નિવેદનો આપ્યા છે. માથુરને વસુંધરા રાજેના કટ્ટર વિરોધી માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp