BJP નેતાએ પોતાની દીકરીના મુસ્લિમ યુવક સાથે લગ્ન અટકાવી દીધા, કારણ, જાણો

PC: zeenews.india.com

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક લગ્નનો આમંત્રણ કાર્ડ વાયરલ થયો હતો. આ આમંત્રણ કાર્ડ ઉત્તરાખંડના ભાજપ નેતાની પુત્રીના લગ્નનું હતું. આ કાર્ડ માત્ર વાયરલ જ ન થયું પરંતુ એની પર મોટી બબાલ પણ ઉભી થઇ હતી. બબાલનું કારણ એ હતું કે ભાજપ નેતા યશપાલ બેનામની દીકરીના એક મુસ્લિમ યુવક સાથે લગ્ન નક્કી થયા હતા. આ વાત પર ભાજપ નેતા અને પાર્ટીને જબરદસ્ત ટ્રોલ કરવામાં આવી હતી. લગ્ન 28 મેના દિવસે નિર્ધારિત હતા, પરંતુ બબાલ થવાને કારણે અત્યારે આ લગ્ન અટકાવી દેવામાં આવ્યા છે. કારણ ખરેખર ગુસ્સો આવે તેવું છે. જ્યારે બંને પરિવારો સંમતિથી લગ્ન કરવા માટે તૈયાર થયા છે તો તેમાં લોકોને કે રાજકરાણને શું લેવા દેવાં

યશપાલ બેનામે શનિવારે જાણકારી આપી હતી કે તેમની દીકરીના 26, 27 અને 28 મેના દિવસે નક્કી કરાયેલા વૈવાહિક કાર્યક્રમ નહીં થશે. ન્યૂઝ એજન્સી PTIના અહેવાલ મુજબ ભાજપ નેતા યશપાલે કહ્યું હતું કે તેઓ પોતાની દીકરીની ખુશી માટે મુસ્લિમ યુવક સાથે લગ્ન કરાવવા માટે તૈયાર થઇ ગયા હતા. તેમણે કહ્યુ કે  જે પ્રમાણે માહોલ બનાવવામાં આવ્યો છે એ જોતા બંને પરિવારોએ બેઠક કરીને આ નિર્ણય લીધો છે કે એક જનપ્રતિનિધી હોવાને કારણે પોલીસ સુરક્ષા હેઠળ લગ્ન કરવાવા શોભા નહીં આપે. માહોલ અનુકુળ નહીં હોવાને કારણે અને લોકોને ધ્યાનમાં રાખીને બંને પરિવારે સંમતિથી એવું નક્કી કર્યું છે કે 26,27 અને 28ના શુભપ્રસંગો યોજવામાં નહીં આવે.

આજતકના એક રિપોર્ટ મુજબ વિશ્વ હિંદુ પરિષદ (VHP)ના પૌડીના જિલ્લાધ્યક્ષ દીપક ગૌડે આ લગ્ન ખોટા હોવાનું બતાવીને કહ્યું હતું કે, યશપાલ બેનામની પુત્રીએ ક્યાં તો ઇસ્લામ ધર્મ કબુલ કરી લેવો જોઇએ અથવા તેમના થનારા જમાઇએ હિંદુ ધર્મ અપનાવી લેવો જોઇએ.

ભાજપ નેતા અને પૌડી નગર પાલિકાના પ્રમુખ યશપાલ બેનામની દીકરી મોનિકાના અમેઠીમાં રહેતા મોનિસ સાથે લગ્ન નક્કી થયા હતા. મોનિકા સંગ મોનિસના લગ્નનું આમંત્રણ કાર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયું. અનેક લોકોએ ભાજપ નેતાને તેમના આ નિર્ણય સામે ઘેરાવો કર્યો હતો.

વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ જેવા હિંદુવાદી સંગઠનોએ ભાજપ નેતાનો વિરોધ શરૂ કર્યો હતો.19 મેના દિવસે પૌડીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને યશપાલ બેનામનું પુતળું બાળવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે પ્રતિક્રિયાને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ નહીં કરવાનું નક્કી કરવામાં આવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp