
નાગાલેન્ડના ભાજપ નેતા અને મંત્રી તેમજોન તેમના મજાકિયા અંદાજ માટે જાણીતા છે અને તઓ વારંવાર ટ્વીટર પર એક્ટિવ રહેતા હોય છે. તેમણે સોશિયલ મીડિયા પર એક તસ્વીર શેર કરી છે, જેમાં તેઓ 5 ખુબસુરતી યુવતીઓ સાથે ઉભા છે, પરંતુ તેમણે લખેલા કેપ્શન પર લોકોનું ધ્યાન ખેંચાયું છે. લોકો તેમની પોસ્ટ પર જાતજાતની કોમેન્ટ કરી રહ્યા છે.
जिंदगी में हरदम हंसना जरूरी हैं !
— Temjen Imna Along (@AlongImna) April 5, 2023
वैसे तो मैं बड़ा Sakht Launda हूं,
पर यहां मैं Pighal गया ! 😜 pic.twitter.com/mGH67hBGkS
નાગાલેન્ડની સરકારમાં ઉચ્ચ શિક્ષણ અને પર્યટન મંત્રી અને પ્રદેશ પ્રમુખ 41 વર્ષની ઉંમરના તેમજોન ઇમ્ના અલોંગ તેમના મજાકીય સ્વભાવ માટે જાણીતા છે. તેઓ ટ્વીટર પર સક્રીય રહેતા હોય છે અને મજાકના અંદાજમાં ઘણી વખત લખતા રહેતા હોય છે.
ભાજપ નેતા તેમજોને 5 મહિલા સાથેની એક તસ્વીર શેર કરીને લખ્યું કે, જિંદગીમાં દરેક વખતે હસતા રહેલું જરૂરી છે, આમ તો હું કડક છોકરો છુ, પરંતુ અહીં હુ પિગળી ગયો. 'जिंदगी में हरदम हंसना जरूरी हैं! वैसे तो मैं बड़ा सख्त लौंडा हूं, पर यहां मैं पिघल गया.' એમની આ પોસ્ટને 28 હજાર કરતા વધારે લોકોએ લાઇક કરી છે. અનેક લોકોએ કોમેન્ટ પણ કરી છે.
એક યુઝરે લખ્યું કે સખત છોકરાઓ ગરમીમાં પિગળી જ જતા હોય છે, તેમજોન , મોસમ કા તકાજા હૈ. તો એક યુઝરે લખ્યુ કે, મળવું પણ જરૂરી હતુ અને પિગળવું પણ જરૂરી હતું, જરૂરી હતું કે આ બધા પણ પ્રેમની વ્હેંચણી કરી લેતે. એક યુઝરે લખ્યું કે તેમજન, તમને કેટલી છોકરીઓ પ્રેમ પત્ર લખી ચૂકી છે. જનતા આતુરતા પૂર્વક જાણવા માંગે છે. તો એક યુઝરે એક ફીલ્મના ગીતનો ઉપયોગ કરીને લખ્યું કે, આંખે ખુલી હો યા હો બંધ, દીદાર ઇનકા હોતા હે,કૈસે કહુ ઓ યારા યે, સખ્ત લોંન્ડા કૈસે પિઘલતા હૈ.
તો એક યુઝરે કોમેન્ટ કરી કે, જેમ કે એવું કહેવાય છે કે સખત છોકરો એ નથી જે ક્યારેય નથી પિગળતો, સખત છોકરો એ છે કે, જેને ખબર હોય છે કે ક્યાં પિગળવાનું છે. એક યુઝરે લખ્યુ, હા, સાચુ છે, પિગળવું જરૂરી છે અત્યારે, નહીં તો પછી હેન્ડસમ યુવાન ઘરડો થઇ જશે.
આ પહેલા તેમજોને એરપોર્ટ લોન્જનો એક ફોટો શેર કર્યો હતો. એ તસ્વીરમાં પણ આ ભાજપ નેતા છોકરીઓ સાથે નજરે પડ્યા હતા. તે વખતે તેમણે લખ્યું હતું કે, ગર્લ્સ આઇ એમ નોટ ઇગ્નોરીંગ યુ, આઇ એમ જસ્ટ હેવિંગ એ મોમેન્ટ વિથ માય ફુડ. તેમની આ પોસ્ટ પણ ઘણી વાયરલ થઇ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp