BJP ધારાસભ્યના દીકરાની ગુંડાગર્દી, આદિવાસી યુવકને ગોળી મારીને ભાગવાનો આરોપ
સિંગરોલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય રામલલ્લુ વૈશ્યના પુત્ર વિવેકાનંદ વૈશ્યએ એક આદિવાસી યુવકને ગોળી મારી દીધી. આ હુમલામાં યુવક ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ ગયો છે. તેને જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો છે. આદિવાસી યુવકની ફરિયાદ પર મોરવા પોલીસ સ્ટેશનની પોલીસે ફરિયાદ નોંધી છે. પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે. જિલ્લાના મોરવા વિસ્તારમાં ગુરુવારે સાંજે લગભગ 6:00 વાગ્યે ધારાસભ્યના દીકરાએ એક આદિવાસી યુવક સૂર્ય પ્રકાશ ખૈરવાર પર ગોળી ચલાવી દીધી.
જો કે, ગોળી યુવકના હાથમાં લાગી. ધારાસભ્યના દીકરાનો કોઈ સાથે વિવાદ થયો હતો. સૂર્યપ્રકાશ ખૈરવાર પોતાના સાથી સાથે વચ્ચે બચાવ કરવા પહોંચ્યો હતો. આ દરમિયાન બોલાબોલી દરમિયાન વિવેકાનંદે પોતાની બંદૂકથી સૂર્ય પ્રકાશ પર ફાયરિંગ કરી દીધી. તેમાં સૂર્ય પ્રકાશના એક હાથમાં ગોળી લાગી ગઈ. ગોળી ચાલવાનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળ પર પહોંચ્યા. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવકને નેહરુ હૉસ્પિટલ જયંતમાં દાખલ કરાવવામાં આવ્યો.
ગુરુવારે મોડી રાત્રે પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધી હતી. આ કેસમાં સિંગરોલી SDOP રાજીવ પાઠકનું કહેવું છે કે હત્યાના પ્રયાસનો કેસ નોંધી લેવામાં આવ્યો છે. જલદી જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવશે. તો કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ અરવિંદ સિંહ ચંદેલે આરોપ લગાવ્યો કે, 10 વર્ષમાં વિવેકાનંદ વૈશ્ય ઘણી ઘટનાઓને અંજામ આપી ચૂક્યો છે. ભાજપ નેતાનો દીકરો હોવાના કારણે તેના પર કોઈ કાર્યવાહી થતી નથી. ગુરુવારે પણ ઘણા સમય બાદ ફરિયાદ નોંધવામાં આવી. તો ઇજાગ્રસ્ત સૂર્ય પ્રકાશ ખૈરવારે જણાવ્યું કે, તે કરિયાણાનો સામાન લેવા માટે પોતાના સંબંધી સાથે બાઇક પર જઈ રહ્યો હતો.
તેણે કહ્યું કે, આ દરમિયાન તેની સાથે લાલચંદ ખૈરવાર અને કૈરૂ ખૈરવાર પણ હતા. રસ્તામાં બુઢી માઈ મંદિર પાસે તેના ભાઈ આદિત્ય ખૈરવાર અને રાહુલ સાથે દીપક પનિકા, વાદ-વિવાદ કરી રહ્યો હતો. એ જોઈને બાઇક રોકી અને વચ્ચે બચાવ કરવા લાગ્યા. આ દરમિયાન ત્યાં ઊભી કારમાં બેઠા રામલલ્લુ વૈશ્યના દીકરા વિવેકાનંદ વૈશ્યએ તેના પર ગોળી ચલાવી દીધી. ગોળી તેના હાથની કોણીની નીચે લાગી. ત્યારબાદ તેને પૂછ્યું કે, બંદૂક કેમ છુપાવી રહ્યો છે તો વિવેક પોતાની કાર ચાલુ કરીને જવા લાગ્યો. તો તેનો સાથી લાલચંદ તેને હૉસ્પિટલ લઈને ગયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp