26th January selfie contest

AAPના ધારાસભ્યની ચેલેન્જ BJPના મનસુખ વસાવાએ સ્વીકારી લીધી કહ્યુ, કાલે આવીશ

PC: abplive.com

એક પત્રથી શરૂ થયેલા આરોપ પ્રત્યારોપ પછી ગુજરાતના આદિવાસી રાજકારણમાં હવે વાત સીધી ચેલેન્જ પર પહોંચી ગઇ છે.AAPના ધારાસભ્યના ડિબેટ પડકાર પર ભાજપના સાંસદે પલટવાર કરીને સ્થાન અને સમય પણ નક્કી કરી દીધો છે. ભાજપના નેતાએ કહ્યું કે, તેઓ કોઇ પણ મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે.

ગુજરાતમાં આમ તો અત્યારે કોઇ ચૂંટણી નથી પરંતુ નર્મદા ભ્રષ્ટાચારના મુદ્દા પર નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાઇ ગયું છે. આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સાંસદને જાહેરમાં ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો હતો. હવે ચૈતર વસાવાના પડકારને ભાજપના નેતા મનસુખ વસાવાએ સ્વીકાર કરી લીધો છે.

ચૈતર વસાવાનો આરોપ છે કે ભાજપ સાંસદે AAP, BJP અને કોંગ્રેસના નેતાઓ પર હપ્તાખોરી અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવતો પત્ર લખ્યો છે. ચૈતર વસાવાએ કહ્યું છે કે મનસુખ વસાવાના પત્રને કારણે મારી અને અન્ય નેતાઓની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે. AAPના ધારાસભ્યએ કહ્યું કે તેમણે પત્રમાં મને ગદ્દાર તરીકે સંબોધન કર્યું છે. જો મનસુખ વસાવા જાહેરમાં આ સાબિત ન કરે તો હું મનસુખ વસાવા સામે માનહાનિનો કેસ દાખલ કરીશ એવી ચિમકી ચૈતર વસાવાએ આપી હતી. આવું કહીને ચૈતર વસાવાએ ડિબેટ માટે મનસુખ વસાવાને ચેલેન્જ મોકલી હતી.

ચૈતર વસાવાના આ પડાકરને મનસુખ વસાવાએ સ્વીકાર કરીને પહેલા સમય અને જગ્યા બતાવવાની વાત કરી હતી. હવે મનસુખ વસાવાએ જાતે જ સમય અન સ્થળ સોશિયલ મીડિયા પર જાહેર કર્યો છે.મનસુખ વસાવા ગુજરાતની ભરૂચ લોકસભા સીટ પરથી સાંસદ છે અને તેમની ગણતરી ભાજપના દિગ્ગજ આદિવાસી નેતાઓમાં થાય છે. મનસુખ વસાવા ભરૂચની સીટ છઠ્ઠી વખત જીતી રહ્યા છે.

ચૈતર વસાવા જે પત્રનો ઉલ્લેખ કરી રહ્યા છે તેના વિશે મનસુખ વસાવાએ કહ્યું છે કે, તેમણે આવો કોઇ પત્ર લખ્યો જ નથી.મનસુખ વસાવાએ આરોપ લગાવતા કહ્યુ કે રાજકીય લાભ લેવા માટે ચૈતર વસાવા આવું બધું કરી રહ્યા છે.

મનસુખ વસાવાએ 1 એપ્રિલે, રાજપીપળામાં ગાંધી ચોક પાસે ડિબેટ માટે ચૈતર વસાવાને આમંત્રણ આપ્યું છે. હવે જોવાનું એ રહે છે કે આની પર ચૈતર વસાવા શું પ્રતિક્રિયા આપે છે. ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભામાં કાર્યકારી અધ્યક્ષની જવાબદારીની સાથે રાજસ્થાનના સહ પ્રભારી પણ બનાવ્યા છે. આમ આદમી પાર્ટીમાં આવતા પહેલા ચૈતર વસાવા ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp