ભ્રષ્ટાચારને લઇ વરૂણનો હુમલો-જે લોકોની આપણી ચંપલ ઉઠાવવાની ઔકાત ન હતી તે આજે...

PC: timesofindia.indiatimes.com

પીલીભીતથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ વરુણ ગાંધીએ રાજનીતિમાં ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરતા સોમવારે કહ્યું કે, ‘જે આપણાં ચપ્પલ ઉઠાવવાની ઔકાત રાખતા નહોતા, તેઓ આજે 5-5 ગાડીઓના કાફલામાં ચાલી રહ્યા છે.’ વરુણ ગાંધીએ પોતાના સંસદીય મતવિસ્તાર ક્ષેત્ર પીલીભીતના લાલૌરીખેડા બ્લોક ક્ષેત્રમાં થયેલા જનસંવાદ કાર્યક્રમમાં રાજનીતિમાં ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરતા કોઈનું નામ લીધા વિના કહ્યું કે, જે લોકો આપણાં ચપ્પલ ઉઠાવવની ઔકાત રાખતા નહોતા, તે આજે 5-5 ગાડીઓના કાફલામાં ચાલી રહ્યા છે, છે કે નહીં?’

તેમણે કહ્યું કે, ‘જે લોકો ચૂંટણી અગાઉ અને ત્યારબાદ કોલોનિયો બનાવતા હતા, તેઓ હવે 5-5 ગાડીઓના કાફલામાં ચાલી રહ્યા છે.’ વરુણ ગાંધીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેના જાત જાતના અર્થ કાઢવામાં આવી રહ્યા છે. ભાજપ સાંસદે ભ્રષ્ટાચારને લઈને પોતાની જ પાર્ટીની સરકાર પર નિશાનો સાધ્યો. તેમણે કહ્યું કે, ‘આજે તમે જ્યારે પોલીસ સ્ટેશને જાઓ છો તો લાંચ આપવી પડે છે. પેન્શન, રૂમ, આવાસ લેવા માટે પૈસા આપવા પડે છે. આ જે પાપ છે, એ જે ભ્રષ્ટાચારનો સમય ચાલી રહ્યો છે, તમને શું લાગે છે કે તમારી ભૂલોના કારણે થઈ રહ્યું છે.

તેમણે કહ્યું કે, જ્યારે પણ ચૂંટણી આવે છે તો લોકો જાતિ-ધર્મના આધાર પર વોટ આપે છે. લોકો એ વિચારતા નથી કે કોઈ સારા વ્યક્તિને જીતાડીએ. લોકો એ વિચારતા નથી કે કટ્ટર ઈમાનદારને જીતાડીએ. લોકો એ વિચારે છે કે આ ઉમેદવાર સહધર્મી છે એટલે તેની સાથે ચાલો. આજકાલ કનોને ખુશ કરનારી વાતોની રાજનીતિ છે. ન છુટ્ટા ગૌવંશની સમસ્યા હલ થયું, નહીં અપાત્રોને આવાસ આપવા પર રોક લગાવી શકાય. હિન્દુ-મુસ્લિમ બંને જ જ્યારે મજબૂત થશે, ત્યારે દેશ વિકાસ કરશે.

કોઈ એક સમાજને ડરાવવું સારું નથી. રવિવારે સાંસદ વરુણ ગાંધીએ બરખેડાના દિયોહના ગામમાં પેનિયા રામકિશન તેમજ જ્યોરહ કલ્યાણપુરમાં જનસંવાદ કર્યો. તેમણે કહ્યું કે, તેઓ એ નેતાઓની જેમ નથી, જે ચૂંટણીના સમયે મોટા મોટા વાયદા કરે છે અને ત્યારબાદ ફરીને જોતા નથી. તેમની રાજનીતિ સત્ય, ઈમાનદારી અને દેશભક્તિ પર આધારિત છે. એવા પણ નેતા છે જેમની કથની અને કરણીમાં મોટો ફરક છે. ખેડૂત અને યુવાનો પરેશાન છે. લોકો ભેદભાવ છોડીને જાતિ-ધર્મથી ઊઠીને મળીને સાથે ચાલશે. ત્યારે જ દેશ સાચી રીતે ખુશાલ અને મજબૂત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp