ગડકરી બોલ્યાઃ વોટરો ઘણા હોશિયાર છે, માલ બધાનો ખાય છે પણ વોટ...

PC: indiatv.in

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પોતાની નિખાલસતા અને નીડર જવાબો આપવા માટે ઓળખાય છે. ફરી એકવાર તેમણે એક ચૂંટણીને લગતા કિસ્સા વિશે વાત કરી છે. તેમણે જણાવ્યું કે કઈ રીતે એક એક કિલો મટન વહેંચવા છતાં પણ તેઓ ચૂંટણી હારી ગયા હતા. તેમણે કહ્યું કે વોટર ઘણાં હોશિયાર હોય છે. તેઓ માલ સૌ કોઈનો ખાય છે પણ મત એ લોકોને જ આપશે જેણે તેમને આપવો હોય છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી મહારાષ્ટ્ર રાજ્ય શિક્ષક પરિષદ તરફથી આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, લોકો ચૂંટણીમાં પોસ્ટર લગાવી, ખવડાવી કે પીવડાવી જીતીને આવે છે. પણ આમાં મારો વિશ્વાસ નથી. તેઓ કહે છે કે, મેં ઘણી ચૂંટણીઓ લડી છે. હું બધા પ્રયોગો કરી ચૂક્યો છું. એકવાર મેં પ્રયોગ કર્યો હતો અને એક એક કિલો સાવજી મટન ઘરોમાં પહોંચાડ્યું હતું. પણ અમે ચૂંટણી હારી ગયા હતા.

વોટરો ઘણાં ચતુર હોય છે

ગડકરી કહે છે, લોકો ઘણાં ચતુર છે. લોકો બોલે છે જે આપી રહ્યા છે તેમનું ખાઈ લો. આપણા બાપનો તો માલ છે. પણ મત એમને જ આપે છે જેને ખરા અર્થમાં આપવાના હોય છે. કેન્દ્રીય મંત્રી કહે છે કે, જ્યારે તમે તમારા લોકોમાં વિશ્વાસ પેદા કરો છો, ત્યારે જ તેઓ તમારા પર વિશ્વાસ મૂકશે અને તેને કોઈપણ પોસ્ટર કે બેનરની જરૂર પડશે નહીં. આવા વોટરોને કોઈ પણ પ્રકારની લાલચની જરૂર હોતી નથી. કારણ કે તેમને તમારા પર વિશ્વાસ હોય છે અને અમે લાંબા સમયના ખેલાડી છે કોઈ શોર્ટ ટર્મના નહીં.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, હોર્ડિંગ્સ લગાવવાથી કે મટન પાર્ટી આપવાથી કોઈ ચૂંટણી જીતી શકતું નથી. લોકોમાં વિશ્વાસ અને પ્રેમ જગાવો. ચૂંટણી સમયે લાલચ આપવાની જગ્યાએ લોકોના દિલોમાં વિશ્વાસ અને પ્રેમની ભાવના જગાડો.

ગડકરી બોલ્યા, લોકો કહે છે કે સર MPની ટિકિટ આપી દો. જો એ નહીં તો MLAની ટિકિટ અપાવી દો. નહીંતર MLC બનાવી દો. આ નહીં તો આયોગ આપી દો. આ બધું પણ નહીં તો મેડિકલ કોલેજ આપી દો. મેડિકલ કોલેજ નહીં તો એન્જિન્યરિંગ કોલેજ કે Bed કોલેજ આપી દો. આ પણ નહીં થાય તો પ્રાઈમરી સ્કૂલ આપી દો. આનાથી માસ્ટરનો અડધો પગાર અમને મડી જશે. પણ આનાથી દેશ બદલાતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp