શહેરોમાં મેયર સહિતના પદાધિકારી ને રીપીટ કરાશે કે નહીં, પાટિલે કરી મોટી જાહેરાત
ભાજપ માટે ગુજરાત એ એક પ્રયોગ કરવાની લેબોરેટરી છે. આપણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા પણ જોયું હતું કે, ઘણા નવા ચહેરાંને સ્થાન આપવામાં આવ્યા હતા. ગુજરાતમાં થયેલા સફળ પ્રયોગોને ભાજપ પછી બીજા રાજ્યોમાં એપ્લાય કરે છે. હવે પાલિકામાં જે પદ છે તેના માટે નો-રિપીટ થિયરીની જાહેરાત કરવામાં આવી છે. આગામી અઢી વર્ષની ટર્મ માટે ભાજપ નો-રિપીટ થિયરી અપનાવશે. મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓની પસંદગી માટે સેન્સ લેવાની જવાબદારી 1500 જેટલા લોકોને સોંપી હતી. જેમાં દરેક બેઠક માટે 3 નિરીક્ષક મોકલ્યા હતા, જેમાં 1 મહિલાનો પણ સમાવેશ કરાયો હતો.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે મેયર, ડેપ્યુટી મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના પદો માટે નો- રિપીટ થિયરી અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરત મહાનગર પાલિકાની વાત કરીએ તો ફેબ્રુઆરી 2021માં ભાજપે પાલિકા કબ્જે કરી હતી અને તે વખતે મેયર સહિતના પદો માટે અઢી-અઢી વર્ષ રાખવાનું એવું નક્કી થયું હતું. હવે સપ્ટેમ્બર મહિનામાં અઢી વર્ષ પુરા થાય છે અને હવે અઢી વર્ષની નવી ઇનિંગ માટે ભાજપે નો- રિપીટ થિયરી આપનાવી છે. મતલબ કે જેમણે પદ ભોગવ્યા છે તેમને હવે બાકીના અઢી વર્ષ માટે ચાન્સ નહીં મળે.
પાટીલે કહ્યુ કે, દરેક જિલ્લામાં દરેક સીટ માટે 3 નિરિક્ષકોને મોકલવામાં આવ્યા હતા. તેમણે દરેક જિલ્લામાં જઇને ઉમેદવારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના પ્રમુખ, મહામંત્રીઓ, ધારાસભ્યો, સાંસદોને સાંભળ્યા હતા.
પાટીલે કહ્યું હતું કે, ભાજપ એવું માને છે કે વધુમા વધુ લોકોને તક મળવી જોઇએ અને એક નવી કેડર તૈયાર થાય.કાર્યકરોને તેમની સિનિયોરીટી, આવડત,સંગઠન સાથે તેમની કામ કરવાની પધ્ધતિ એ બધા પાસાઓને ધ્યાનમાં લેવામાં આવશે. આ બધા પ્રક્રિયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ મળનારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં કરવામાં આવશે.
હવે થોડા દિવસોમાં પાલિકાની અઢી વર્ષની ઇનિંગમાં કોને સ્થાન મળે છે તે ખબર પડશે. રાજકારણના જાણકારોનું કહેવું છે કે સુરતમાં અઢી વર્ષ માટે મૂળ સુરતી એવા હેમાલી બોઘાવાલાને તક મળી હતી, તો હવે પછીને અઢી વર્ષ માટે સૌરાષ્ટ્ર લોબીને તક મળી શકે છે.
આવતા વર્ષે થનારી લોકસભાની ચૂંટણી માટે પણ ભાજપે એવી રણનીતિ બનાવી છે કે બે કે તેથી વધારે વખત ચૂંટણી જીતેલા સાંસદોની ટિકીટ કાપીને યુવાન અને કામ કરે તેવા ચહેરાંઓને ટિકીટ આપશે. જો ભાજપ આ પોલીસી અવનાવશે તો ઘણા બધા હાલના સાંસદોની ટિકીટ કપાઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp