રામમંદિરના ઉદ્ઘાટન પછી થશે ગોધરા પાર્ટ ટુ, ઉદ્ધવના નિવેદનનો ભાજપે આપ્યો જવાબ

PC: theweek.in

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ‘ગોધરા પાર્ટ 2’વાળા નિવેદન પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પોતાની પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, ખબર નહીં બાળાસાહેબે શું વિચાર્યું હશે. સત્તાની લાલચમાં ઉદ્ધવ ઠાકરે આજે શું કરી રહ્યા છે. ભાજપ પર પ્રહાર કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે રામ મંદિરનાં ઉદ્વઘાટન બાદ ગોધરા જેવી ઘટના થઈ શકે છે.

ઉદ્ધવ ઠાકરેનો દાવો હતો કે ‘રામ મંદિરના ઉદ્વઘાટન બાદ બની શકે છે ગોધરા જેવી ઘટના’ શિવસેના (UBT) ચીફ ઉદ્ધવ ઠાકરેએ દાવો કર્યો હતો કે, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના ઉદ્વઘાટન માટે સરકાર બસો અને ટ્રકોમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરી શકે છે, પરંતુ જ્યારે આ લોકો પાછા ફરશે તો ગોધરા જેવી ઘટના થઈ શકે છે. જલગાંવમાં ઠાકરેએ કહ્યું કે, એવી સંભાવના છે કે સરકાર રામ મંદિરના ઉદ્વઘાટન માટે બસો અને ટ્રકોમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરી શકે છે અને તેમની વાપસી યાત્રા પર ગોધરા જેવી ઘટના થઈ શકે છે.

રામ મંદિરનું ઉદ્વઘાટન લોકસભાની ચૂંટણીના થોડા મહિના અગાઉ જાન્યુઆરી 2024માં થવાની સંભાવના છે. ઉદ્ધવ ઠાકરેએ ભાજપ-RSSની નિંદા કરતા કહ્યું હતું કે, તેમની પાસે એવા પ્રતિક નથી, જેમને લોકો પોતાના આદર્શ માને. તેની જગ્યાએ સરદાર પટેલ અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જેવા દિગ્ગજોને અપનાવી રહ્યા છે. તેઓ (ભાજપ, RSS) તેમના પિતા બાળાસાહેબ ઠાકરેના વારસા પર દાવો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ભાજપ અને RSSની પોતાની કોઈ ઉપલબ્ધિઓ નથી. સરદાર પટેલની પ્રતિમા (ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી 182 મીટર ઊંચી છે, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે)નો આકાર મહત્ત્વ ધરાવતો નથી, પરંતુ તેમની ઉપલબ્ધિઓ મહત્ત્વ ધરાવે છે. આ લોકો સરદાર પટેલની મહાનતા હાંસલ કરવા નજીક પણ નથી. ઉલ્લેખનીય છે કે 27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસમાં સવાર થઈને અયોધ્યાથી ફરી રહેલા કાર સેવકો પર ગુજરાતના ગોધરા સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમના કોચોમાં આગ લગાવી દેવામાં આવી હતી, જેમાં 59 લોકોના મોત થઈ ગયા હતા.

આ ઘટના બાદ આખા દેશમાં મોટા પ્રમાણમાં દંગા ભડકી ઉઠ્યા હતા. અનુરાગ ઠાકુરે કહ્યું કે, સત્તાની લાલચમાં કેટલાક લોકો પોતાની પાર્ટીની વિચારધારા ભૂલી ગયા છે. શિવસેનાના દિવંગત સ્થાપક અને ઉદ્ધવ ઠાકરેના પિતા બાળાસાહેબે આજે શું વિચાર્યું હશે અને સત્તાની લાલચમાં ઉદ્ધવ જી આજે શું કરી રહ્યા છે. અનુરાગ ઠાકુરે ઉદયનિધિના નિવેદન પર ઉદ્ધવ ઠાકરેના મૌનને લઈને પણ પ્રહાર કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp