કાબામાં હજયાત્રા વખતે BJP-RSSના વિનાશની દુષ્કામના કરવામાં આવી: મોહસીન રજાનો દાવો

ઉત્તર પ્રદેશના ભાજપના એક નેતાએ હજયાત્રાનો વીડિયો શેર કર્યો છે,જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. તમિલના મુસ્લિમો વીડિયોમાં ભાજપ અને RSS માટે દુષ્કામના કરી રહ્યા છે એવો દાવો આ ભાજપ નેતાએ કર્યો છે.
हज जैसी पवित्र यात्रा और काबा जैसे मुक़द्दस स्थान पर भी देश विरोधी विदेशी ताकतों के हाथ के खिलौने ये चंद लोग जिन्होंने अपनी नकारात्मकता वाली सोच का प्रदर्शन किया है ये लोग देश की भाजपा सरकार और आरएसएस के नाश की बद्दुआ कर रहे हैं, (1/3) pic.twitter.com/5WikHUGx30
— Mohsin Raza (@Mohsinrazabjpup) June 20, 2023
ભાજપનાMember of the Legislative Council (MLC) મોહસીન રજાએ કાબાનો એક વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં તેમણે દાવો કર્યો છે કે કેટલાંક તમિલ લોકોએ કાબામાં ભાજપ અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS)ના વિનાશની દુષ્કામના કરી હતી. તેમણે સરકારને માગ કરીને લખ્યું કે સરકારે તેમની નાગરિકતા ખતમ કરીને, તેમની જ માનસિકતા વાળા દેશમાં મોકલી દેવા જોઇએ.
ઉત્તર પ્રદેશના પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના નેતા મોહસીન રજાએ દાવો કર્યો છે કે કેટલાંક લોકોએ પવિત્ર હજ યાત્રા દરમિયાન કાબામાં દેશની ભાજપ સરકાર અને RSSના વિનાશની દુષ્કામની કરી છે. મોહસિન રજાએ ટ્વીટ કરીને કહ્યું કે તપાસ કર્યા બાદ આવા લોકો સામે દેશદ્રોહનો કેસ કરવો જોઇએ.
ભાજપ નેતા મોહસીન રજાએ એક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હજ જેવી પવિત્ર જગ્યા અને કાબા જેવા નિર્મળ સ્થળ પર દેશ વિરોધી વિદેશી તાકાતોની કઠપુતળી બનેલા કેટલાંક લોકોએ પોતાની નકારાત્મક વિચારસરણી બતાવીને ભાજપ સરકાર અને RSSના વિનાશ માટે શાપ આપી રહ્યા છે.
મોહસીન રજાએ વધુમાં કહ્યું, હું ભારત સરકાર પાસે માંગ કરું છું કે આ લોકોની તપાસ થવી જોઈએ. તેમની પાછળના લોકો અને સંગઠનોની તપાસ થવી જોઈએ અને આવા લોકો અને સંગઠનો વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કરવો જોઈએ. તેમની નાગરિકતા ખતમ કરવી જોઈએ તેમની માનસિકતા વાળા દેશમાં મોકલવા જોઈએ.તેઓ ભારતના તમિલ મુસ્લિમો હોય તેવું લાગે છે.મોહસીન રજાએ કહ્યું કે, જ્યારે મેં મારા મિત્ર પાસે ભાષાંતર કરાવડાવ્યું ત્યારે ખબર પડી કે કેટલાંક અરાજક તત્વો દેશ વિરોધી ગતિવિધી કરી રહ્યા છે. આ બધું લોકસભાની ચૂંટણી પર અસર ઉભી કરવા માટે કરવામાં આવી રહ્યું છે એમ રજાએ કહ્યું હતું.
જો કે આ બાબતે જ્યારે ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી બ્રજેસ પાઠકને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યેં કે, હજુ મારા ધ્યાન પર વીડિયો આવ્યો નથી, પરંતુ જો આવું કઇંક થયું હોય તો તે ખોટું છે. આને કારણે લોકોની ભાવનાને ઠેસ પહોંચે છે. તેમણે કહ્યું કે આંતરારાષ્ટ્રીય સ્તર પર વિદેશ વિભાગ જ આમાં કઇંક કહી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp