મધ્ય પ્રદેશમાં ભાજપનું ગુજરાત મોડલ નિષ્ફળ, જાણો પાર્ટી શું ભૂલ કરી રહી છે

PC: indiatimes.com

મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ભાજપ-કોંગ્રેસ સત્તા મેળવવા માટે જોર લગાવી રહી છે. જો કે ચોંકાવનારી વાત એ છે કે ભાજપે આ વખતે મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં એવા દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે, જેઓ પોતે ચૂંટણી લડવા માંગતા નથી. ભાજપે આવું શું કામ કર્યું તેના વિશે અલગ-અલગ લોકોનો અલગ-અલગ મંતવ્યો છે. જૂના અનુભવાને આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે જમીન પર વાસ્તવિક ચિત્ર ખરાબ હોવાને કારણે ભાજપ પોતાના મોટા માથાઓને મેદાનમાં ઉતારી રહી છે.

જો કે કેટલાંક લોકોને એવી શંકા છે કે આને કારણે ભાજપને ફાયદો થવાને બદલે નુકશાન થવાની સંભાવના વધારે છે. કેટલાંક લોકોનું એવું માનવું છે કે આ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને નબળા પાડવા માટેનો પ્રયાસ છે. પરંતુ લાંબા સમયથી મુખ્યમંત્રી રહેલા શિવરાજ સિંહની શક્તિનું અવમૂલ્યાંકન કરવું પાર્ટીને મોટું નુકશાન પહોંચાડી શકે છે. મુખ્યમંત્રી ચૌહાણને હજુ પણ લોકોનું સમર્થન હાંસલ છે.

રાજકારણના જાણકારોએ ક્હયું કે, મધ્ય પ્રદેશમાં ભાજપના ચૂંટણી પોસ્ટરોમાં એટલા બધા ઉમેદવારોનો ફોટા દેખાઇ છે જે રાવણના માથા જેવા લાગે છે. ચૂંટણી લડવાની ઇચ્છા નહીં રાખનારાઓમાં 7 સાંસદ છે જેમાંથી 3 મંત્રી છે અને એક માર્ટીના મહાસચિવ સામેલ છે. સ્વાભાવિક રીતે આ ધૂંરધરો એટલા માટે ચૂંટણી નથી લડવા માંગતા કે તેમને એવું લાગે છે કે તેમનું ડિમોશન થઇ રહ્યું છે. મધ્ય પ્રદેશના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીય એક માત્ર એવા નેતા છે જેમણે જાહેરમાં સ્વીકાર કર્યો કે પોતે ચૂંટણી લડવા માંગતા નથી, ખાસ કરીને જ્યારે તેમનો પુત્ર વિધાનસભાની ટિકીટની અપેક્ષા રાખી રહ્યો છે.

એનો મતલબ એ થયો કે એ લોકોમાં તો નારાજગી છે જ જેમની પાસે ટિકીટ છે, પરંતુ એ લોકો પણ નારાજ છે જેઓ ટિકિટ તો મેળવવા માંગે છે, પરંતુ કેન્દ્રીય નેતાઓને ટિકિટ મળવાથી તેઓ વંચિત રહી ગયા છે.

જાણકારોનું કહેવું છે કે મધ્ય પ્રદેશમાં ભાજપના આ પગલાનું ખરુ કારણ એ છે કે હાઇકમાન્ડનું માનવું છે કે મધ્ય પ્રદેશમાં પણ ગુજરાત મોડલને અનુસરવામાં આવે. ગુજરાત વિધાનસભાની ચૂટંણી પહેલા ભાજપ હાઇકમાન્ડે કોઇ પણ જાતના ખચકાટ વગર જૂના ચહેરાને બદલે નવા ચહેરાને યુવાન પેઢીને ટિકીટ આપી હતી અને તેમાં ભાજપને સફળતા પણ મળી. પાર્ટીએ ગુજરાતમાં ફરી સરકાર બનાવી.

પરંતુ મધ્ય પ્રદેશ એ ગુજરાત નથી. મઘ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી લડનારા ભાજપના દિગ્ગજ નેતાઓની કારકિર્દી પુરી થવાની પુરી સંભાવના છે. ભલે પછી તેઓ વિધાનસભા જીતે કે હારે. મધ્ય પ્રદેશમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના મૂળિયા ઘણા ઉંડા છે. જૂના ચહેરા બદલીને યુવા પેઢીને તક આપવાનું ગુજરાતનું મોડલ મધ્ય પ્રદેશમાં સફળ થવાનું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp