ભાજપના ધારાસભ્ય જન્મેજય સિંહનું હાર્ટ એટેકથી નિધન

ઉત્તર પ્રદેશમાં દેવરિયાથી BJP ધારાસભ્ય જન્મેજય સિંહનું ગત રાત્રે હાર્ટ એટેકના કરણે 75 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું છે. અત્યારસુધીમાં મળેલી માહિતી અનુસાર, ગુરુવારે મોડી રાત્રે આશરે 12.30 વાગ્યે લખનૌની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં તેમનું નિધન થયું. જન્મેજય સિંહના ગુજરાતી દેવી સાથે લગ્ન થયા હતા. તેમના ત્રણ દીકરા અને ચાર દીકરીઓ છે. તેમણે ચંદ્રશેખર આઝાદ ઈન્ટર કોલેજ, દેવરિયામાંથી હાઈસ્કૂલની ડિગ્રી મેળવી હતી. જન્મેજય સિંહની રાત્રે લખનૌ સ્થિત આવાસ પર તબિયત ખરાબ થતા તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી ડૉક્ટરોએ તેમને લોહિયા હોસ્પિટલમાં રેફર કરી દીધા. લોહિયા હોસ્પિટલના પ્રવક્તા અને એમએસ ડૉ. વિક્રમ સિંહના જણાવ્યા અનુસાર, પેસ મેકર લગાવવા દરમિયાન જ તેમનું મોત થઈ ગયું હતું. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. આ પહેલા સિવિલ હોસ્પિટલમાં તેમનો કોરોના સંક્રમણનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

જન્મેજય સિંહ બેવાર ધારાસભ્ય રહ્યા છે. 2012થી તેમણે BJPના સભ્ય તરીકે દેવરિયા નિર્વાચન ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું છે. ઉત્તર પ્રદેશ ચૂંટણીની 16મી વિધાનસભાના પહેલા કાર્યકાળમાં તેમણે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્રમોદ સિંહને 23295 વોટના અંતરથી હરાવ્યા હતા. જન્મેજય સિંહે 2017ના વર્ષમાં પોતાના બીજા કાર્યકાળમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર જે. પી. જયસ્વાલને 46236 વોટોના અંતરથી હરાવ્યા હતા.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે BJP ધારાસભ્યના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. CMએ ટ્વીટ કરીને કહ્યું કે, દેવરિયા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય જન્મેજય સિંહના આકસ્મિક નિધનના સમાચાર સાંભળીને શોક થયો. સિંહના નિધનથી પાર્ટીએ એક સમર્પિત કાર્યકર્તા અને જનતાએ પોતાના સાચા હિતૈષીને ગુમાવ્યા છે. પ્રભુ શ્રી રામને પ્રાર્થના છે કે, તેમની આત્માને પોતાના શ્રી ચરણોમાં સ્થાન આપે. ઓમ શાંતિ.

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ જન્મેજય સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સપા પ્રમુખે ટ્વીટ કરીને કહ્યું કે, દેવરિયા સીટ પરથી BJP ધારાસભ્ય જન્મેજય સિંહજીનું નિધન અત્યંત દુઃખદ! દિવંગત આત્માને શાંતિ તેમજ શોકાતુર પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે ભગવાન.

જન્મેજય સિંહના નિધનના સમાચાર મળતા જ તેમના સમર્થકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. શુક્રવારની સવારથી જ મોટી સંખ્યામાં BJP કાર્યકર્તા અને સમર્થક તેમના આવાસ પર પહોંચી ગયા. લોકો સોશિયલ મીડિયા પર પણ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. થોડીવાર પહેલા ધારાસભ્યનો પાર્થિવ દેહ દેવરિયા સ્થિત તેમના નિવાસ સ્થાને પહોંચ્યો. જ્યાં તેમના સમર્થકો અને શુભચિંતકોની ભારે ભીડ છે.

Top News

આ જગ્યાએ શિક્ષકોની નોકરીઓ પર લટકી તલવાર, 2006ના 'ભેદભાવ'થી મચ્યો હાહાકાર

વર્ષ 2006માં ગ્રાન્ટ ઇન એડ પર લેવામાં આવેલા 1000 જુનિયર હાઇ સ્કૂલોના શિક્ષકોને સેલેરી આપવાના મામલે તત્કાલિન અધિકારીઓએ દ્વારા બેવડા...
Education 
આ જગ્યાએ શિક્ષકોની નોકરીઓ પર લટકી તલવાર, 2006ના 'ભેદભાવ'થી મચ્યો હાહાકાર

કોણ છે જસ્ટિસ બી.આઈ.ગવઇ? જેઓ ભારતના આગામી CJI બનશે

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્નાએ સત્તાવાર રીતે ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈને પોતાના ઉત્તરાધિકારી બનાવવાની ભલામણ કરી છે, ...
National 
કોણ છે જસ્ટિસ બી.આઈ.ગવઇ? જેઓ ભારતના આગામી CJI બનશે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-04-2025 દિવસ: ગુરુવાર મેષ: જો તમારા હાથમાં મોટી રકમ આવશે તો તમારી ખુશીનો પાર રહેશે નહીં. પરિવારના કોઈ સભ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

છ વર્ષમાં જે ન થયું તે થઇ ગયું... એક તરફ સેન્સેક્સમાં તેજી આવી, તો આ બાજુ સારા સમાચાર આવ્યા

માર્ચ મહિનામાં છૂટક ફુગાવો છ વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો. શેરબજાર બંધ થયા પછી આ આંકડા જાહેર કરવામાં આવ્યા...
Business 
છ વર્ષમાં જે ન થયું તે થઇ ગયું... એક તરફ સેન્સેક્સમાં તેજી આવી, તો આ બાજુ સારા સમાચાર આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.