પેટા ચૂંટણીમાં BJPના મુસ્લિમ ઉમેદવારને એટલા વોટ મળ્યા કે પાર્ટી પણ ચોંકી ગઇ

PC: facebook.com/profile.php?id=100007900442794

દેશના 6 રાજ્યોમાં 7 વિઘાનસભા બેઠકો પર થયેલી પેટા ચૂંટણીના પરિણામો 8 સપ્ટેમ્બરથી આવવાના શરૂ થઇ ગયા છે. એ વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે કે ત્રિપુરાની બોક્સાનગર વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવાર તફજ્જલ હુસૈને જીત મેળવી લીધી છે એટલું જ નહીં પણ ભારે ભરખમ અંતરથી જીત મેળવી છે. ભાજપના મુસ્લિમ ઉમેદવારે આ બેઠક 30237 મતોના માર્જિનથી જીતી છે. તફજ્જલ હુસૈન આ પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી ઉતારવામાં આવેલા એક માત્ર મુસ્લિમ ઉમેદવાર હતા.

ત્રિપુરાની બોક્સાનગર બેઠક લઘુમતીઓના પ્રભાવ વાળો વિસ્તાર છે. આ બેઠક પર ભાજપની સામે CPM અને અન્ય 2 અપક્ષ ઉમેદવારો મેદાનમાં હતા. આ બેઠક પર CPMના ઉમેદવાર મિજાન હુસૈન બીજા નંબરે રહ્યા હતા.

ભાજપના ઉમેદવાર તફજ્જલ હુસૈનને કુલ 34,416 મત મળ્યા હતા જ્યારે CPMના ઉમેદવારને માત્ર 3909 મત જ મળી શક્યા હતા. ત્રિપુરાની બેઠક પર જે પરિણામ જાહેર થયું તેની કદાચ ભાજપે પણ અપેક્ષા નહીં રાખી હોય.

ચૂંટણીના પરિણામો પર CPMએ તરત પ્રતિક્રિયા જાહેર કરી છે. પાર્ટીએ ચૂંટણી દરમિયાન ફ્રોડ થયાનો અને ચૂંટણી પંચની નિષ્ક્રિયતાનો આરોપ લગાવીને ચૂંટણીના પરિણામો સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે.

નવાઇની વાત એ છે કે આ વર્ષે ત્રિપુરામાં વિધાનસભાની ચૂંટણી થઇ હતી ત્યારે આ જ બેઠક પરથી ભાજપે તફજજલ હુસૈનને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તે વખતે તેઓ CPMના ઉમેદવાર સમસુલ હક સામે હારી ગયા હતા. જુલાઇમાં સમસુલ હકનું નિધન થયું હતું અને આ બેઠક ખાલી પડી હતી.

CPMએ સમસુલ હકના પુત્ર મિજાન હુસૈનને તફજ્જલ હુસૈનન સામે પેટા ચૂંટણીમાં ટિકીટ આપી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા.

7 વિધાનસભા સીટોની પેટા ચૂંટણીમા 5 સપ્ટેમ્બરે મતદાન થયું હતું. જેમાં ઝારખંડની ડુમરી, કેરળની પુથુપલ્લી, પશ્ચિમ બંગાળની ધુપગુડી, ઉત્તર પ્રદેશના ઘોસી, ઉત્તરાખંડની બાગેશ્વર અને ત્રિપુરાની બોક્સાનગર બેઠક પર જંગ હતો.

આ લખાઇ છે ત્યાં સુધીમાં ત્રિપુરાની બે બેઠકોના પરિણામ જાહેર થયા છે. બોક્સાનગર અને ઘનપુર બંને બેઠકો ભાજપે જીતી લીધી છે. ઘનપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર બિંદુ દેબનાથે જીત મેળવી છે. ઉત્તર પ્રદેશની ઘોસી વિધાનસભા સીટ પર સમાજવાદી પાર્ટીના સુધાકર સિંહ આગળ ચાલી રહ્યા છે, જ્યારે ભાજપના ઉમેદવાર દારા સિંહ પાછળ ચાલી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp