ભાજપે સંજય રાઉતને કહ્યા આધુનિક શકુની, જણાવ્યું કારણ

PC: hindustantimes.com

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારના રાજીનામાં બાદ જ મહારાષ્ટ્રની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. હવે NCPના રાષ્ટ્રીય મહાસચિવ જિતેન્દ્ર આવ્હાડે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી પણ સતત નિવેદન સામે આવી રહ્યા છે. હવે ભાજપે સંજય રાઉતને પવાર પરિવારમાં ફૂટ પાડવા માટેના જવાબદાર ઠેરવ્યા છે. તેમનું કહેવું છે કે, ઠાકરે પરિવારમાં પણ સંજય રાઉતે જ ફૂટ નાખી હતી.

ભારતીય જનતા પાર્ટીના નેતા નિતેશ રાણાએ કહ્યું કે, શરદ પવારના રાજીનામાની જાહેરાત બાદ જે સંજય રાઉતે ટ્વીટ કરી તે તેના પુરાવા છે કે, જે તેમનો એજન્ડા હતો તે પૂરો થઈ ગયો. તે શરદ પવારને મળવા પણ ન ગયા. માત્ર વાતો જ મોટી મોટી કરી રહ્યા હતા. અહી સુધી કે નિતેશ રાણાએ સંજય રાઉતને આધુનિક શકુની મામા પણ કહી દીધા. નિતેશ રાણાએ કહ્યું કે, મહારાષ્ટ્રની રાજનીતિમાં શકુની મામાની એન્ટ્રી થઈ ગઈ છે. સંજય રાઉત આજના જમાનાના શકુની મામા છે. જે રાઉતનું કામ હતું તે તેમણે પૂરું કરી લીધું છે.

તેમણે આગળ કહ્યું કે, અજીત પવારને સતત ટારગેટ કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ જે કાલે જે થયું તે પણ બધાએ જોયું. એવી જ રીતે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે પણ સંજય રાઉતે જ આગ લગાવવાનું કામ કર્યુ હતું. જ્યારે બધુ બરાબર હતું, એ છતા સંજય રાઉતે સતત અજીત પવાર વિરુદ્ધ નિવેદનબાજી કરી. એવી વાતો કહી જેથી ખોટો સંદેશ પાર્ટીના હાઇકમાન સુધી પહોંચે. સંજય રાઉતના નિવેદનોના કારણે હવે આટલું બધુ જોવું પડી રહ્યું છે. રાઉતની રોજી રોટી આવા કામોથી ચાલે છે.

શરદ પવાર દ્વારા રાજીનામું પાછું લેવા પર સંજય રાઉતે પ્રતિક્રિયા આપી છે. સંજય રાઉતે ટ્વીટ કરી કે ‘એક સમય હતો જ્યારે શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેએ પણ રાજનીતિના કારણે શિવસેના પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. શરદ પવારે પણ એમ જ કર્યું છે, પરંતુ જનાક્રોશના કારણે બાળાસાહેબ ઠાકરેને પોતાનું રાજીનામું પાછું લેવું પડ્યું હતું. શરદ પવાર દેશની રાજનીતિ અને સામાજિક સરોકારની શ્વાસ છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp