ઓરિસ્સા ટ્રેન અકસ્માતના પીડિતોને મદદનાં નામ પર મંત્રીએ વહેચી 2-2 હજારની નોટ!

PC: twitter.com/DrSukantaBJP

ઓરિસ્સાના બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માતમાં 288 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ પીડિત પરિવારોને કેન્દ્ર સરકાર અને રાજ્યો તરફથી મદદની જાહેરાત કરવામાં આવી છે. એ સિવાય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ પણ પશ્ચિમ બંગાળ સાથે સંબંધ ધરાવતા મૃતકોના પરિવારજનોની મદદ કરવાની જાહેરાત કરી હતી. એવામાં પશ્ચિમ બંગાળની ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજૂમદારનો દાવો છે કે બંગાળના એક મંત્રીએ મૃતકોના પરિવારજનીને 2 લાખ રૂપિયાની સહાયતા રકમ આપી છે.

સુકાંત મજૂમદારનો દાવો છે કે 2000 રૂપિયાની નોટોથી આર્થિક મદદ કરવામાં આવી હતી. તેઓ એ પણ સવાલ ઉઠાવે છે કે આ પૈસાઓનો સ્ત્રોત શું છે. તેમણે એક વીડિયો ટ્વીટ કર્યો છે જેમાં જોઈ શકાય છે કે બે મહિલાઓ સાદડી પર બેઠી છે અને એક મહિલા ખુરશી પર બેઠી છે, ત્રણેય મહિલાઓ 2000 રૂપિયાની નોટોનું બંડલ પકડીને છે. ભાજપના નેતા સુકાંત મજૂમદાર આ વીડિયો ટ્વીટ કરતા સવાલ ઉઠાવે છે કે શું આ કાળા ધનને સફેદ કરવાની તૃણમૂલ કોંગ્રેસની રીત નથી?

સુકાંત મજૂમદારે પોતાની ટ્વીટ સાથે લખ્યું કે, મમતા બેનર્જીના નિર્દેશ પર રાજ્યના એક મંત્રી પીડિત પરિવારોને તૃણમૂલ કોંગ્રેસ તરફથી 2 લાખ રૂપિયાની આર્થિક સહાયતા આપી રહ્યા છે. હું આ મદદના વખાણ કરું છું, પરંતુ એ સંદર્ભમાં, હું એ સવાલ પણ રાખી રહ્યો છું કે આ 2000 રૂપિયાની નોટોના બંડલનો સ્ત્રોત શું છે? તેમણે આગળ લખ્યું કે, વર્તમાનમાં બજારમાં 2000 રૂપિયાની નોટોનો વપરાશ ઓછો છે અને બેંકો દ્વારા તેને બદલવાની પ્રક્રિયા ચાલી રહી છે. એવામાં અસહાય પરિવારોને 2000 રૂપિયાની નોટ આપીને તેમની સમસ્યાઓ વધારી દેવામાં આવી છે. બીજો સવાલ એ છે કે શું આ કાળા ધનને સફેદ કરવાની તૃણમૂલ કોંગ્રેસની રીત છે?

સુકાંત મજૂમદારની ટ્વીટ પર સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. તૃણમૂલ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા કૃણાલ ઘોષે સુકાંત મજૂમદારની ટ્વીટને પાયાવિહોણી બતાવી છે. તેમણે કહ્યું કે, શું 2000નો નોટ અમન્યા છે? આ એ જ ભાજપ સરકાર છે જેણે આ નોટ રજૂ કરી હતી. આ નિરાધાર ટ્વીટ છે. આ કોઈ યોગ્ય વાત નથી. આજે જો કોઈ કોઈને 2000ની નોટ આપે છે તો તે કાયદેસર કે કાળું ધન નથી. ઉલ્લેખનીય છે કે, 2000 રૂપિયાની નોટ વહેચવાની આ ઘટના પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના બસંતીમાં થઈ હતી. TMC નેતાએ બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં પોતાના પરિવારના એક સભ્યને ગુમાવ્યા બાદ આ પરિવારને આર્થિક સહાયતા આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp