ઓબામા પર સીતારમણનો પલટવાર, બોલ્યા-‘6 મુસ્લિમ દેશો પર બોમ્બ વરસાવનાર હવે..’

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે અમેરિકામાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતના મુસ્લિમો સાથે જોડાયેલા સવાલો અને તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જવાબનો બચાવ કર્યો છે. તેમણે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ પર ચૂંટણી હાર બાદ ડેટા વિના બિનજરૂરી મુદ્દા ઉઠાવવાનો આરોપ લગાવ્યો છે. નિર્મલા સીતારમણે પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા પર પણ પ્રહાર કર્યો છે. તેમણે ભારતીય મુસ્લિમો પરની તેમની ટીપ્પણીઓ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, તેમના શાસનમાં અમેરિકા દ્વારા 6 મુસ્લિમ દેશો પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું કે, ‘માનનીય વડાપ્રધાને પોતે અમેરિકામાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, તેમની સરકાર ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ સિદ્ધાંત પર કામ કરે છે. આ સરકાર કોઈ પણ સમુદાય સાથે ભેદભાવ કરતી નથી. એ તથ્ય છે, પરંતુ આ પ્રકારના બિનજરૂરી મુદ્દા ઉઠાવવા લાગે છે. દેશના વડાપ્રધાનના રૂપમાં તેમને આપવામાં આવેલા 13 એવોર્ડમાંથી 6 એ દેશોએ આપ્યા છે જ્યાં મુસ્લિમ બહુધા વસ્તી છે. કાયદા-વ્યવસ્થાને લઈને રાજ્ય સ્તર પર કેટલાક મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે, પરંતુ ડેટા વિના જ માત્ર આરોપ લગાવવા છે, આ સંગઠિત અભિયાન છે.
વિપક્ષ પર પ્રહાર કરતા નિર્મલા સીતારમણે કહ્યું કે, તેઓ ચૂંટણીની રીત પર ભારતીય જનતા પાર્ટી (BJP) કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મુકાબલો નહીં કરી શકે, એટલે આ અભિયાન ચલાવી રહ્યા છે અને તેમાં કોંગ્રેસની મોટી ભૂમિકા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે અમેરિકન પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના CNNને આપેલ ઇન્ટરવ્યૂને લઈને પણ પ્રહાર કર્યો. ઓબામાએ કહ્યું હતું કે, જો તેમની વાત ભારતીય વડાપ્રધાન સાથે થતી તો મુસ્લિમ લઘુમતીઓની સુરક્ષાનો ઉલ્લેખ કરતા.
તેના પર નિર્મલા સીતારમણે કહ્યું કે, ‘હું હેરાન હતી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં અભિયાન ચલાવી રહ્યા હતા.. મારો અર્થ કે ભારત બાબતે બોલી રહ્યા હતા, ત્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ભારતીય મુસ્લિમો બાબતે બોલી રહ્યા હતા. હું એ વાત સંયમ સાથે કહી રહી છું કેમ કે તેમાં વધુ એક દેશ સામેલ છે. અમેરિકા સાથે મિત્રતા ઈચ્છીએ છીએ, પરંતુ ત્યાં પણ આપણને ધાર્મિક સ્વતંત્રતા બાબતે સંભળાય મળે છે.
એક પૂર્વ રાષ્ટ્રપતિ, જેમના શાસનમાં 6 મુસ્લિમ બહુધા દેશો પર બોમ્બમારો થયો, જ્યાં 26,000 કરતા વધુ બોમ્બ ફેકવામાં આવ્યા. હવે લોકો તેમના આરોપો પર કેવી રીતે ભરોસો કરશે? હું તેને આ દેશમાં માહોલ ખરાબ કરવાનો જાણીજોઇને કરવામાં આવી રહેલો પ્રયાસ માનું છું કેમ કે તેમને એમ લાગે છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસાત્મક નીતિઓ વિરુદ્ધ નહીં જીતી શકે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp