અફઝલ અંસારીનું સંસદ સભ્યપદ રદ, મુખ્તાર અંસારીને વધુ એક ઝટકો

PC: theindianwire.com

ઉત્તર પ્રદેશના બહુબલી માફિયા અંસારી બ્રધર્સને સોમવાર વધુ એક મોટો ઝટકો લાગ્યો હતો. શનિવારે એક કેસમાં મુખ્તાર અંસારી અને અફઝલ અંસારીને ગાઝીપુરની એક કોર્ટે સજા સંભળાવી હતી. સોમવારે આ નિર્ણયના આધાર પર અફઝલ અંસારીની લોકસભા સભ્યતા રદ્દ કરી દેવામાં આવી છે. અફઝલ અંસારી બહુજન સમાજ પાર્ટી (BSP)ની ટિકિટ પર ગાઝીપુર લોકસભા સીટ પરથી સાંસદ હતા. અફઝલ અંસારી અને તેના ભાઈ મુખ્તાર અંસારીને શનિવારે ગેંગસ્ટરના એક કેસમાં સજા સંભળાવી હતી., જ્યારે મુખ્તાર અંસારીને 10 વર્ષની સજા મળી હતી.

કોર્ટે મુખ્તાર અંસારી પર 5 લાખ રૂપિયા અને અફઝલ પર 1 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો. ત્યારબાદ જ અફઝલની સંસદ સભ્યતા પર સવાલ ઉઠવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 2 વર્ષ કે તેનાથી વધારે સજા મળવા પર સંસદ કે વિધાનસભાની સભ્યતાના અયોગ્ય કરી દેવામાં આવે છે. તેની સાથે જ દોષી સાંસદ અને ધારાસભ્યની સજા સમાપ્ત થયા બાદ 6 વર્ષ સુધી ચૂંટણી લડવાનો પ્રતિબંધ લાગી જાય છે. અફઝલ અંસારી ગેંગસ્ટરના આ કેસમાં અત્યાર સુધી જામીન પર બહાર ચાલી રહ્યા છે. જ્યારે મુખ્તાર અંસારી જેલમાં બંધ છે.

હવે અફઝલ અંસારીનું પણ જેલ જવાનું નક્કી છે. જો કે, નીચલી કોર્ટના નિર્ણય વિરુદ્ધ હાઇ કોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. જ્યાંથી રાહત મળવા પર તેઓ પોતાની સંસદ સભ્યતાને ફરીથી ચાલુ કરાવવાની માગ કરી શકે છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં માફિયા મુખ્તાર અંસારીના દબદબાની સૌથી વધારે અસર ગાઝીપુર જિલ્લામાં જ રહી છે. તેના કારણે લોકસભા સીટ પર પણ અંસારી બ્રધર્સનો દબદબો રહ્યો છે.

અફઝલ અંસારી અહીંથી એક વખત વર્ષ 2004માં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર અને બીજી વખત વર્ષ 2019માં બહુજન સમાજ પાર્ટીની ટિકિટ પર જીતીને સાંસદ બન્યા છે. બે વખત તેમણે ભાજપના ઉમેદવાર મનોજ સિંહાને હરાવ્યા હતા, જે આ સમયે જમ્મુ-કશ્મીરના ઉપરાજ્યપાલ છે. ભાજપને આ સીટ પર 3 વખત મનોજ સિંહાએ જ જીત અપાવી છે.

શું છે જનપ્રતિનિધિ કાયદો?

વર્ષ 1951માં જનપ્રતિનિધિ કાયદો આવ્યો હતો. આ કાયદાની કલમ-8 હેઠળ જો કોઈ સાંસદ કે ધારાસભ્યને ગુનાહિત કેસમાં દોષી ઠેરવવામાં આવે છે તો જે દિવસે તેને દોષી ઠેરવવામાં આવે છે, ત્યારથી લઈને આગામી 6 વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે. કલમ 8(1)માં એ ગુનાઓનો ઉલ્લેખ છે જે હેઠળ દોષી ઠેરવવા પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે. એ હેઠળ બે સમુદાયો વચ્ચે ધૃણા વધારવી, ભ્રષ્ટાચાર, દુષ્કર્મ જેવા ગુનાઓમાં દોષી ઠેરવવા પર ચૂંટણી નહીં લડી શકે. જો કે તેમાં માનહાનિનો ઉલ્લેખ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp