UPના રસ્તા પર સાંઢ રોજ એકનો જીવ લે છે, એ લોકો કહે છે નંદી છે: અખિલેશ યાદવ

PC: twitter.com/yadavakhilesh

ઉત્તર પ્રદેશના પૂર્વ મુંખ્યંમંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં યોગી સરકાર પર નિશાન સાધ્યું હતું. કટાક્ષ-કટાક્ષમાં અખિલેશ યાદવે પોતાની વાત કરી દીધી હતી.

એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં હાજર રહેલા અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશ સરકાર પર નિશાન સાધ્યું. આ દરમિયાન અખિલેશ યાદવે કહ્યું કે UPમાં ટ્રાફિક પોલીસમાં નવી ભરતી થઈ છે, જે દરેક રસ્તા પર દેખાઈ રહી છે. આ નવી ભરતી છે જેના કારણે દરરોજ એક વ્યક્તિનું મોત થઇ રહ્યું છે. અખિલેશે કહ્યું કે એવો એક પણ દિવસ નથી જ્યારે ઉત્તર પ્રદેશમાં નવી ભરતીના કારણે ખેડૂત, ગરીબ વ્યક્તિ કે વેપારીનો જીવ ન ગયો હોય.

આ કાર્યક્રમમાં અખિલેશ યાદવ સાંઢના મુદ્દા પર નામ લીધા વગર બોલી રહ્યા હતા. તેમણે કહ્યુ કે, જેના કારણે દુર્ઘટનાઓ વધી રહી છે તેનું નામ હું બોલવા નહોતો માંગતો. અખિલેશે સાંઢના મુદ્દા પર રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, રસ્તા પર બેઠેલા સાંઢને એ લોકો નંદી કહે છે. અને હું કેવી રીતે બોલી શકુ કે એ નંદી દરરોજ એક વ્યક્તિનો જીવ લેશે.

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદલ સાંઢના મુદ્દા પર લગાતાર સરકારનો ઘેરાવ કરતા રહ્યા છે. તાજેતરમાં વિધાનસભામાં પણ અખિલેશે આ મુદ્દો ઉઠાવ્યો હતો. અખિલેશે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં કહ્યું હતું કે, જો તમારી કઇં ના થઇ શકે તેમ હોય તો, કમસે કેમ ‘સાંઢ સફારી’ જ બનાવી દો. તેમણે કહ્યું હતું કે, લાયન સફારીનું કામ તો સારી રીતે ન કરી શક્યા, તો તમે આના પર કામ કેમ નથી કરતા? શું તમારી પાસે બજેટનો અભાવ છે?

ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં અખિલેશ યાદવને સવાલ પુછવામાં આવ્યો હતો કે શું અખિલેશ લોકસભા ચૂંટણી લડવાના છે? જેના જવાબમાં અખિલેશે કહ્યુ હતું કે, હા, લડવી તો જોઇએ. ક્યાંથી ચૂંટણી લડીશ તે પાર્ટી નક્કી કરશે. વારણસી, કન્નોજ કે અન્ય કોઇ સીટ પરથી ચૂંટણી લડશે એ વિશે અખિલેશે કોઇ સ્પષ્ટતા કરી નથી. અખિલેશે મજાકમાં કહ્યું હતું કે, જ્યાંથી ભાજપ નેતા ચૂંટણી લડવાનું કહેશે ત્યાંથી હું ચૂંટણી લડી લઇશ. મતલબ કે અખિલેશ લોકસભાની ચૂંટણી લડવા તૈયાર છે.

2024ની ચૂંટણીને લઇને અખિલેશે ક્હયું કે ગઠબંધનના બધા નેતા તૈયાર છે. અમારી બેઠક પછી તમે 40 લોકોની મીટિંગ બોલાવી. ભાજપે એવી પાર્ટીઓને પણ બોલાવી હતી, જેનું કોઇ અસ્તિતત્વ જ નથી. અખિલેશે કહ્યું કે આ દુનિયાની સૌથી મોટી પાર્ટી છે જેને નાના પક્ષોની જરૂરત પડી ગઇ છે.

અખિલેશ યાદવે કહ્યું કે અમારી સાથે જેટલા પણ પક્ષો છે તે બધા તેમના રાજ્યાં તાકાતવર છે. સીટ એડજસ્ટમેન્ટ કોઇ મોટો મુદ્દો નથી. સંયોજકની પસંદગી કરવી પણ કોઇ મોટો મુદ્દો નથી. એ અમે કરી લઇશું. અત્યારે અમારા માટે સૌથી મોટો મુદ્દો કેન્દ્ર સરકારને હરાવવાનો છે. અમારો મુકાબલો માત્ર ભાજપ સામે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp