આદિવાસી યુવક પર પેશાબ કરનાર ભાજપ યુવા નેતાના ઘર પર બુલડોઝર ફરી વળ્યું, જુઓ Video

PC: aajtak.in

મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં પેશાબ કાંડ સામે આવ્યા પછી આરોપી ભાજપ યુવા નેતા પ્રવેશ શુક્લાના ઘરે બુલડોઝર એક્શન શરૂ કરી દીધું છે. આરોપી પ્રવેશ શુક્લાના વીડિયો સામે આવ્યા પછી બુધવારે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ પહેલાં આ મામલે રાજકારણ પણ શરૂ થઇ ગયું હતું. એ પછી મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાતે જ પ્રવેશ શુક્લ પર નેશનલ સિક્યોરિટી એક્ટ લગાવવાની જાહેરાત કરી દીધી હતી. અત્યારે આરોપીને રિવા જેલમાં રાખવામાં આવ્યો છે.

મધ્ય પ્રદેશના સીધી જિલ્લાથી એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં એક યુવક બીજા યુવક પર પેશાબ કરતો જોવા મળી રહ્યો છે. એ પછી જાણકારી સામે આવી હતી કે પેશાબ કરનાર યુવક ભાજપ યુવા નેતા  પ્રવેશ શુક્લ છે. પ્રવેશ શુકલ ધારાસભ્ય કેદાર શુકલાનો પ્રતિનિધી છે. જો કે વીડિયો સામે આવ્યા પછી ધારાસભ્ય કેદાર શુક્લએ હાથ ઉંચા કરી દીધા હતા અને કહ્યું તે કે પ્રવેશ શુક્લ મારો પ્રતિનિધી નથી.

લગભગ એક અઠવાડિયા પહેલા આ વીડિયો સામે આવ્યા બાદ આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.IPCની કલમ 294, 506ના 71 SC ST એક્ટ હેઠળ અને સાથે સાથે NSAની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નેશનલ સિક્યોરિટી એક્ટ (NSA) અથવા રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (રાસુકા) એક એવો કાયદો છે, જેના હેઠળ કોઈ ચોક્કસ ધમકીને કારણે વ્યક્તિને અટકાયતમાં લઈ શકાય છે. જો પ્રશાસનને લાગે છે કે તે વ્યક્તિના કારણે દેશની સુરક્ષા અને સૌહાર્દને ખતરો છે, તો આવું થાય તે પહેલા તે વ્યક્તિને રાસુકા હેઠળ કસ્ટડીમાં લેવામાં આવે છે. દેશની સુરક્ષા માટે સરકારને વધુ સત્તા આપવાના ઉદ્દેશ્યથી આ કાયદો 1980માં બનાવવામાં આવ્યો હતો. આ કાયદાનો  ઉપયોગ પોલીસ કમિશ્નર, DM અથવા રાજ્ય સરકાર કરી શકે છે. જો સરકારને લાગે કે કોઇ વ્યકિત કોઇ પણ કારણ વગર દેશમાં રહી રહ્યો છે અને તેની ધરપકડ કરવી જરૂરી છે તો સરકાર તેની ધરપકડ પણ કરી શકે છે. ટુંકમાં કોઇ શંકાસ્પદ વ્યકિતની અટકાયત કે ધરપકડ કરવાનો અધિકાર આપ્યો છે.

નેશનલ સિક્યોરિટી એક્ટ હેઠળ વ્યકિતને 3 મહિના સુધી જેલમાં રાખી શકાય છે. એ પછી જરૂર પડે તો 3-3 મહિનાની મુદત વધારી શકાય છે, પરંતુ  12 મહિનાથી વધારે જેલમાં રાખી શકાય નહીં એવો નિયમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp