નીતિન ગડકરીને જેલમાંથી આવ્યા ધમકીભર્યા ફોન, 100 કરોડ માગ્યા

PC: crimetek.com

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ધમકીભર્યા કોલ કર્ણાટકની જેલમાંથી કરવામાં આવ્યા હતા. ગડકરીના નાગપુર કાર્યાલયમાં મળેલા ધમકી ભર્યા કોલથી સંબંધિત મામલામાં નાગપુર પોલીસે શનિવારે કોલરની ઓળખ કરી લીધી હતી. પોલીસે કહ્યું છે કે કોલરની ઓળખ જેલમાં બંધ અપરાધી જયેશ કાંતાના રૂપમાં થઈ છે, જે બેલગાવી જેલમાં બંધ છે. પોલીસે કહ્યું કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જેલમાંથી ધમકી આપવામાં આવી રહી હતી.

કોલ કરનારો એક કુખ્યાત ગેંગસ્ટર અને હત્યાનો આરોપી જયેશ કાંતા છે, જે કર્ણાટકની બેલગાવી જેલમાં સજા કાપી રહ્યો છે. તેણે જેલની અંદરથી ગેરકાયદેસર રીતે ફોનનો ઉપયોગ કરીને ગડકરીના કાર્યાલયમાં ધમકી આપી હતી. નાગપુરના પોલીસ આયુક્તે કહ્યું છે કે આગળની તપાસ માટે નાગપુર પોલીસની એક ટીમ બેલગાવી માટે રવાના થઈ ગઈ છે. જેલ પ્રશાસને આરોપીની પાસેથી એક ડાયરી કબ્જે કરી છે.

નાગપુર પોલીસે આરોપી ગેંગસ્ટરનું પ્રોડક્શન રિમાન્ડ માંગ્યું છે. ધમકી ભરેલા ફોન કોલ પછી નાગપુર પોલીસે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની સુરક્ષામાં વધારો કરી દીધો હતો. પોલીસના કહેવા પ્રમાણે, BSNL નેટવર્કના રજીસ્ટર નંબર પરથી ગડકરીના કાર્યાલયના લેન્ડલાઈન નંબર પર સવારે 11.25 વાગ્યે, 11.32 વાગ્યે અને 12.32 વાગ્યે ત્રણ ફોન આવ્યા હતા.

પોલીસે કહ્યું કે કોલ રેકોર્ડ મેળવી લેવામાં આવી રહ્યા છે. નાગપુરના પોલીસ વિભાગના અધિકારી રાહુલ મદાને કહ્યું છે કે ત્રણ ફોન કોલ દ્વારા ગડકરીને ધમકી આપવામાં આવી હતી. ધમકીભર્યા ફોન પછી તેમણે કહ્યું હતું કે અમારી અપરાધ શાખા સીડીઆર(કોલ ડિટેલ રેકોર્ડ) પર કામ કરશે. એક વિશ્લેષણ ચાલી રહ્યું છે અને મંત્રીની હાલની સુરક્ષાને વધારી દેવામાં આવી છે. ગડકરીના કાર્યક્રમ સ્થળ પર પમ સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રીની નાગપુરની ઓફિસમાં કરવામાં આવેલા ધમકીભર્યા ફોનમાં તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને સાથે ધમકી આપનાર વ્યક્તિએ 100 કરોડ રૂપિયાનું એક્સટોર્શન પણ માંગ્યું હતું.

જયેશ કાંતાએ ફોનમાં પોતાને દાઉદી ઈબ્રાહીમના ગેંગનો મેમ્બર ગણાવ્યો હતો. પોલીસ એ વાતની પણ તપાસ કરી રહી છે કે આખરે બેલગાવની જેલમાં બેઠા બેઠા આ કેદીની પાસે મોબાઈલ નંબર આવ્યો કંઈ રીતે. નીતિન ગડકરીને રાજનીતિના અજાત શત્રુ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ તેમના કોઈ દુશ્મન નથી પરંતુ સૌની સાથે દોસ્તી ભર્યા સંબંધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp