કેનેડાની વેપાર મંત્રીની ભારત મુલાકાત સ્થગિત, શું બંને દેશો વચ્ચે ચિંતા વધી છે?
કેનેડાની વેપાર મંત્રી મેરી એનજીએ પોતાના ભારત વ્યાપાર મિશનને સ્થગિત કરી દીધું છે. વેપાર મંત્રીનું આ ટ્રેડ મિશન ઓક્ટોબર મહિનામાં આયોજિત હતું. મીડિયા અહેવાલોમાં કેનેડાના આ પગલાંને ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા રાજકીય સબંધોમાં વધી રહેલા તનાવ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.જો કે મેરી એનજીની પ્રવક્તા શાંતિ કોસેટિનોએ અત્યારે સ્થગિત વિશેનું કોઇ કારણ જણાવ્યું નથી.પ્રવકતાએ મેરી એનજીની ભારત યાત્રા સ્થગિતની માહિતી 15 સપ્ટેમ્બરે આપી હતી.
મેરી એનજીની પ્રવક્કતા શાંતિ કોસેટિનોએ જણાવ્યું હતું કે, આ સમય, અમે ભારતમાં આવનારા વેપાર મિશનને સ્થગિત કરી રહ્યા છે.
ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં આ કથિત તિરાડ G20 સમિટ દરમિયાન શરૂ થઈ હતી. આ સમિટમાં, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વભરના ઘણા નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. પરંતુ તેમણે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે માત્ર એક ટૂંકી, અનૌપચારિક બેઠક યોજી હતી.
પંજાબ પછી કેનેડામાં શીખોની સૌથી વધુ વસ્તી છે. ખાલિસ્તાન સમર્થકોએ કેનેડામાં અનેક પ્રદર્શનો કર્યા હતા, જેનો ભારતે વિરોધ કર્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયે બંને દેશોના વડાપ્રધાનોની બેઠક બાદ કહ્યું હતું કે, "તેઓ અલગતાવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે. ભારતીય રાજદ્વારીઓ સામે હિંસા ભડકાવી રહ્યા છે. રાજદ્વારી પરિસરોને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમજ કેનેડામાં ભારતીય સમુદાય અને ધાર્મિક સ્થળોને ધમકી આપી રહ્યા છે.
તો કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન કુડોએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, કેનેડા હંમેશા અભિવ્યક્તિની સ્વતંત્રતા, અંતરાત્માની સ્વતંત્રતા અને શાંતિપૂર્વક વિરોધ કરવાની સ્વતંત્રતાનું રક્ષણ કરશે. આ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને અમે હંમેશા હિંસા અને નફરતને રોકવા માટે અહીં છીએ. આપણે યાદ રાખીએ કે કેટલાક લોકોના કામ સમગ્ર સમુદાય કે કેનેડાનું પ્રતિનિધિત્વ કરતા નથી.
કેનેડાના મીડિયાએ જસ્ટિન ટુડોની ભારત યાત્રાને નિષ્ફળતા તરીકે બતાવી હતી. કેનેડાના અખબાર ધ ટોરેન્ટો સને પોતાના એક લેખમાં લખ્યું હતું કે, વડાપ્રધાન બન્યા પછી 2018 માં ટ્રુડોની ભારતની પ્રથમ મુલાકાત સંપૂર્ણ આપત્તિ હતી, જેમાં એક દોષિત આતંકવાદીને તેમની સાથે રાત્રિભોજન માટે આમંત્રણ આપવાનો સમાવેશ થાય છે. આ વખતે ટ્રુડો G20માં ગયા અને ભારત સાથેના સંબંધો બગડ્યા, જ્યારે કેનેડાને મુખ્ય સહયોગી દેશોથી પણ દૂર કર્યા.
હવે એવી અટકળો વહેતી થઇ છે કે આ અણબનાવને કારણે વેપાર મંત્રી મેરી એનજીએ તેમનો ભારત પ્રવાસ સ્થગિત કરી દીધો છે. ભારતે પણ આનો જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે તેણે કેનેડા સાથેની વેપાર વાટાઘાટો પર રોક લગાવી દીધી છે
આ પહેલા, કેનેડાએ સપ્ટેમ્બરની શરૂઆતમાં કહ્યું હતું કે આ નિયંત્રણો તેની સ્થિતિનો અભ્યાસ કરવા માટે જરૂરી છે. લગભગ 4 મહિના પહેલા બંને દેશોએ આ વર્ષે વેપાર કરાર પર હસ્તાક્ષર કરવાની વાત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp