રિઝવાન સામે 'જય શ્રી રામ'ના નારા લાગતા દર્શકો પર ભડક્યા મંત્રી ઉદયનિધિ, લખ્યું..

PC: lokmatnews.in

ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈપ્રોફાઈલ વર્લ્ડ કપ મેચ સમાપ્ત થઈ ગઈ છે. ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું. હવે આ મેચનો વીડિયો શેર કરતા તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, સ્ટેડિયમમાં બેઠેલા પ્રશંસકો મેદાનમાંથી પેવેલિયન પરત ફરી રહેલા પાકિસ્તાની ખેલાડીની સામે જોર જોરથી 'જય શ્રી રામ' કહી રહ્યા છે. ઉદયનિધિએ કહ્યું કે પાકિસ્તાની ખેલાડીઓ સાથે આ પ્રકારનું વર્તન અસ્વીકાર્ય છે.

ઉદયનિધિ તમિલનાડુના CM MK સ્ટાલિનના પુત્ર છે. ઉદયનિધિએ X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, 'ભારત તેની રમતગમતની સદ્ભાવના અને આતિથ્ય માટે જાણીતું છે. જો કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે જે વર્તન કરવામાં આવ્યું તે અસ્વીકાર્ય અને નિમ્ન સ્તરની નવી સીમા હતી. રમત તો રાષ્ટ્રો વચ્ચે એકતા અને સાચા ભાઈચારાને પ્રોત્સાહન આપે છે. તેનો ઉપયોગ નફરત ફેલાવવાના સાધન તરીકે ઉપયોગ કરવું નિંદનીય છે.

આ પોસ્ટને લઈને ઘણા ક્રિકેટ ફેન્સે ઉદયનિધિને ટ્રોલ કર્યા હતા અને કેટલાક લોકો તેમના સમર્થનમાં પણ ઉભા હતા.

વીડિયોને જોતા એવું લાગી રહ્યું છે કે, ગ્રાઉન્ડ પરથી પરત ફરી રહેલો પાકિસ્તાની ખેલાડી મોહમ્મદ રિઝવાન છે. T-શર્ટ પર 16 નંબર પણ લખાયેલો દેખાય છે.

અહીં તમને જણાવી દઈએ કે, ગઈકાલની મેચની પ્રથમ ઇનિંગમાં પાકિસ્તાનની ટીમ 42.5 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બાબરની ટીમે ભારતને 191 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડિયા તરફથી સિરાજે અબ્દુલ્લા શફીકની પ્રથમ વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાએ ઈમામ-ઉલ-હકની બીજી વિકેટ લીધી હતી. આ પછી પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને કેપ્ટન બાબર આઝમ સાથે મળીને ઇનિંગની કમાન સંભાળી હતી. જોકે મોહમ્મદ રિઝવાન 49 રન બનાવીને આઉટ થયો હતો. પાકિસ્તાન માટે કેપ્ટન બાબર, મોહમ્મદ રિઝવાન અને ઇમામ-ઉલ-હક સિવાય કોઈ બેટ્સમેન 20થી વધુ રન બનાવી શક્યો નહોતો.

જવાબમાં ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. ઓપનર શુભમન ગિલ ચાર ચોગ્ગા ફટકાર્યા બાદ 16 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. વિરાટ કોહલીએ પણ 16 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન રોહિત શર્માએ 63 બોલમાં 86 રનની ઇનિંગ રમી હતી. રોહિતે 6 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. અય્યર અને KL રાહુલે ટીમને જીત તરફ દોરી હતી. ODI વર્લ્ડ કપ 2023માં ભારતનો આ સતત ત્રીજો વિજય છે. ભારત તેની આગામી મેચ 19 ઓક્ટોબરે પુણેમાં બાંગ્લાદેશની ટીમ સાથે રમશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp