કોણ છે વિલિયમ લાઇ, જેમના અમેરિકા જવા પર ચીન તાઇવાન પર ઉડાવ્યા ફાઇટર જેટ

PC: reuters.com

તાઇવાન પર મોટા ભાગે હેકડી દેખાડનારા ચીને ફરી એક વખત તેના આકાશમાં એરફોર્સના 25 વિમાનોને ઉડાવ્યા છે. રવિવારે તાઈવાની રક્ષા મંત્રાલયે જણાવ્યું કે, ચીનના 25 પ્લેન તાઇવાનની ખાડીને પાર કરીને તેના ક્ષેત્રમાં ઘૂસી આવ્યા. રક્ષા મંત્રાલય તરફથી શેર કરવામાં આવેલા નકશા મુજબ ચીનના Su-30 અને J-11 લડાકુ વિમાનોએ તેમના વિસ્તારમાં ઉડાણ ભરી. તેને તાઇવાન માટે એક ધમકી તરીકે જોવામાં આવી રહ્યું છે. મોટા ભાગે ચીન તાઇવાન પર પોતાનો હક વ્યક્ત કરી રહ્યું છે અને તેને વન ચાઈના પોલિસી હેઠળ પોતાનો હિસ્સો બતાવે છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ નવો વિવાદ તાઇવાનના ઉપરાષ્ટ્રપતિ વિલિયમ લાઇના હાલના અમેરિકા પ્રવાસને લઈને શરૂ થયો છે. વિલિયમ લાઇ તાઇવાનના રાષ્ટ્રપતિ બનવાની રેસમાં છે અને સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. એવામાં તેમના અમેરિકા પ્રવાસથી ચીન બોખલાઈ ગયું છે. શિન્હૂઆ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, ચીની સેનાએ આ ડ્રિલ એટલે કરી જેથી એ દેખાડી શકાય કે તે તાઇવાનના આકાશ અને સમુદ્ર ક્ષેત્રને સીઝ કરી શકાય છે. તાઇવાનની મોટા ભાગે નાકાબંદી કરવાનો પ્રયાસ ચીની સેના કરે છે.

થોડા મહિના અગાઉ પણ ઘણા દિવસ સુધી મિસાઈલો અને ભારે હથિયારો સાથે તાઇવાનની ખાડી પાસે યુદ્ધાભ્યાસ કર્યો હતો. ત્યારે અમેરિકન નેતા નેન્સી પેલોસી તાઇવાન પહોંચ્યા હતા અને ચીને જોઈ લેવાની ધમકી પણ આપી નાખી હતી. ત્યારબાદ ઘણા દિવસો સુધી માહોલ તણાવપૂર્ણ બન્યો રહ્યો. આ વખત ચીને એવી એવી જ હિમકત કરી છે, જેના પર તાઇવાન ગુસ્સે થઈ ગયું છે. તાઇવાનના રક્ષા મંત્રાલયનું કહેવું છે અમે પણ તેના પર કાર્યવાહી કરીશું અને ફોર્સને તૈનાત કરીશું. આ દરમિયાન વિલિયમ લાઇએ કહ્યું કે, આખરે તાઇવાનમાં નિર્ણય કરનારું ચીન કોણ હોય છે. તેમણે ટી.વી. પર પ્રસારિત એક ભાષણમાં કહ્યું કે, આ તો તાનાશાહી વર્સિસ લોકતંત્રની ચૂંટણી છે.

તેમણે કહ્યું કે, અંતે તાઇવાનના નેતાઓની યાત્રાઓથી ચીનને એટલી પરેશાની કેમ થાય છે. મારું સ્પષ્ટ સ્ટેન્ડ છે કે તાઇવાન ચીનનો હિસ્સો નથી. અમે ઇન્ટરનેશનલ સમુદાય સાથે વાત કરવા માગીએ છીએ. તેની સાથે જોડાવા માગીએ છીએ. સુરક્ષાની શરત સાથે અમે ચીન સાથે પણ જોડાવા તૈયાર છીએ. આ દરમિયાન અમેરિકાએ પણ ચીનને સલાહ આપી કે તે દબાવ બનાવવાની જગ્યાએ વાતચીત કરે. અમે ઈચ્છીએ છીએ કે ચીન તરફથી તાઇવાનની આર્થિક, કૂટનીતિક અને સૈન્ય નાકાબંદી ન કરવામાં આવે. અમેરિકન પ્રવક્તાએ કહ્યું કે, અમે તેના પર નજર બનાવી રાખી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp