ધીરેન્દ્ર શાસ્ત્રીને લઇને CM બઘેલ બોલ્યા-ચમત્કાર ન દેખાડવો જોઇએ, એ જાદુગરો...

PC: khabarchhe.com

પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ચમત્કારને લઇને મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, લોકોને સિદ્ધિઓ મળે છે અને રામ-કૃષ્ણ, ભગવાન બુદ્વ તેના ઉદાહરણ છે. સિદ્ધિઓને નકારી શકાય નહીં, પરંતુ ચમત્કાર ન દેખાડવો જોઇએ કેમ કે એ જાદુગરોનું કામ છે. તેનાથી સમાજમાં જડતા આવે છે. તેમણે કહ્યું કે, એવા ચમત્કાર ન દેખાડવા જોઇએ. તે જાદુગરોનું કામ છે. ઋષિ-મુનિઓએ તેને રોક્યું હતું કેમ કે આ પ્રકારની સિદ્ધિઓનો પ્રયોગ ન થવો જોઇએ.

પીર-ફકીર દ્વારા તાવીજ આપીને, ઇસાઇઓમાં ચંગાઇ સભાઓમાં ચમત્કારની વાત કરે છે, જેનાથી બચવું જોઇએ. તો મધ્ય પ્રદેશના નેતા પ્રતિપક્ષ લહાર ધારાસભ્ય ડૉ. ગોવિંદ સિંહે એક કાર્યક્રમમાં બાગેશ્વર મહારાજના મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર નિશાનો સાધતા કહ્યું કે, બાગેશ્વર બાબા કોઇ ચમત્કારી નથી. તેઓ અંધવિશ્વાસી છે, નેતા પ્રતિપક્ષે કહ્યું કે, હું અંધશ્રદ્ધા પર વિશ્વાસ કરતો નથી.

જો તેઓ ચમત્કારી છે તો મધ્ય પ્રદેશનું દેવું માફ કરીને દેખાડે, તો રાજ્યના વિકાસ પોતાની જાતે જ થઇ જશે. પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં નેતા પ્રતિપક્ષ ડૉ. ગોવિંદ સિંહે કહ્યું કે, બાગેશ્વર મહારાજ કોઇ સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યા નથી. ધર્મના નામ પર પોતાની તિજોરી ભરી રહ્યા છે, તેનાથી વધારે સનાતની તેમણે પોતાને બતાવ્યા. ડૉ. ગોવિંદ સિંહે કહ્યું કે, હું પણ બાળપણથી જ ગીતા, રામાયણ અને હનુમાન ચાલીસાનો પાઠ કરું છું.

ભારતનો દરેક નાગરિક સનાતની છે. નેતા પ્રતિપક્ષ ડૉ. ગોવિંદ સિંહે કહ્યું કે, એવા લોકોએ રાજનીતિમાં ભાગ ન લેવો જોઇએ. નહીં તો જનતા તેમનું વર્ચસ્વ સમાપ્ત કરી દેશે. નેતા પ્રતિપક્ષે કહ્યું કે, બાગેશ્વર બાબા એટલા ચમત્કારી છે તો મહારાષ્ટ્રના નાગરિક દ્વારા નાગપુરમાં કેસ નોંધવાની વાત વચ્ચે જ કાર્યક્રમ છોડીને કેમ ભાગી ગયા? તેઓ ભસ્મ કરી દેતા. ધીરેન્દ્ર શાસ્ત્રીને એક તરફ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ ઘણા નેતાઓએ તેમનું સમર્થન પણ કર્યું છે.

આ દરમિયાન છત્તીસગઢના બિલાસપુર પહોંચેલા જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે તેમને પડકાર આપ્યો છે. તેમણે ધીરેન્દ્ર શાસ્ત્રીનું નામ લીધા વિના કહ્યું કે, ચમત્કાર દેખાડનારા જોશીમઠ જઇને ધસતી જમીનને રોકીને દેખાડે, ત્યારે તેમના ચમત્કારને હું માન્યતા આપીશ. વેદો મુજબ ચમત્કાર દેખાડનારાઓને હું માન્યતા આપું છું, પરંતુ પોતાની વાહવાહી અને ચમત્કારીવાળા બનવાનો પ્રયત્ન કરનારાઓને હું માન્યતા આપતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp